Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળી પડ્યા’:વોટ માંગવા આવતા શરમ આવવી જોઈએ, અસારવાની સોસાયટીઓમાં ભાજપ ભગાવોના નારા લાગ્યા

    2 weeks ago

    મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગરમીની વચ્ચે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામો અંગે હવે પ્રજા તેમને ‘હિસાબ’ આપી રહી હોય તેમ ભાજપના ઉમેદવારોને કામ ન કર્યું હોવાનું કહીને પ્રચારમાંથી ભગાડી રહ્યા છે. અમદાવાદમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તાર અસારવા વોર્ડમાં ભાજપ સામે સ્થાનિક લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મત માંગવા આવેલા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને સંભળાવી દીધું હતું કે તમને તો અહીંયા મત માંગવા આવતા પણ શરમ આવવી જોઈએ. ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા ત્યારે ભાજપના નેતાઓે અને કાર્યકર્તાઓ પણ ભારત માતાકી જયના સામે નારા લગાવી નીકળી ગયા હતા. જનતાએ ભાજપના નેતાઓને સંભળાવ્યું તો પણ શરમ વિના પ્રજાની કોઈપણ વાત સાંભળ્યા વગર નીકળી ગયા હતા. ભાજપના ઉમેદવારોને સોસાયટીમાં ઘૂસવા દીધા નહીં અસારવા વોર્ડમાં પાંચ વર્ષમાં કેટલાક વિસ્તારમાં કોર્પોરેટરો જોવા આવ્યા નહીં અને પૂર્વ કોર્પોરેટરના વર્તનને લઈને તેમજ કામ કર્યા નથી તેને લઈને ભાજપ માટે મત માંગવા આવેલા અસારવાના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રજાનો અસલી મિજાજ બતાવી દીધો અને સંભળાવ્યું હતું. સોસાયટીમાં પ્રવેશ કરવા દીધો નહીં. ચૂંટણી માટે ગયેલા ભાજપના ઉમેદવારોને ભગાડવામાં આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અસારવા વોર્ડના રિપીટ કરાયેલા પૂર્વ કોર્પોરેટર અનુબેન પટેલે ગેરવર્તન કર્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કરી અને સોસાયટીમાંથી ભગાડ્યા હતા. ‘તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળી પડ્યા’ વાઇરલ થયેલા વીડિયોમાં સ્થાનિક લોકોએ વિરોધ કરતા કહ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી ગટરનું ગંદુ પાણી આવે છે મારી દીકરીને બોર્ડની પરીક્ષા હતી અને તેણે બાટલા ચડાવી અને પરીક્ષા આપી છે. ત્યારે કોઈ જોવા માટે આવ્યું નહોતું અને અત્યારે આખું લશ્કર લઈને નીકળી પડ્યા છો. કેટલાય સમયથી ખાડા પડ્યા છે જે જોવા આવવાનો સમય નહોતો. તમને અહીંયા વોટ લેવા આવતા પણ શરમ આવવી જોઈએ. ઘરે ઘરે ઝાડા ઉલટીના કેસો થયા છે. અમે હેરાન થયા છીએ ટેન્કરો લાવવા પડ્યા છે. ફોન કરનાર રહીશોને કહ્યું- તમારા વોટની જરૂર નથીં અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિરુદ્ધ પોસ્ટર લાગ્યા પછી વધુ એક સોસાયટીમાંથી પ્રચાર કર્યા વિના જ વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અને મેસેજમાં અસારવા વોર્ડમાં આવેલી કિસ્મત સોસાયટીથી લઈને ઓમનગર સોસાયટીમાં અંદાજે 4થી 5 હજાર મતદારો છે. જો કે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં ગટર અને ગંદુ પાણી આવતું હતું જેની રજૂઆત તત્કાલીન કોર્પોરેટર અનુ પટેલને કરવામાં આવી હતી છતાં તે એક પણ વખત વિસ્તારની મુલાકાતે આવ્યા ના હતા અને ફોન કરનાર રહીશોને તમારા વોટની જરૂર નથીં એવો ટોણો મારતા હતા. ‘સોસાયટીમાં ઘૂસવા દીધા નહીં ને ભાજપ ભગાવોના નારા લાગ્યા’ જોકે ભાજપે પૂર્વ ચાર કોર્પોરેટરમાંથી એક માત્ર અનુ પટેલને જ ભાજપે રિપીટ કર્યા અને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે પ્રચાર અર્થે ગુરુવારે કિસ્મત સોસાયટીથી લઈને ઓમનગર સોસાયટીમાં રાઉન્ડ શરૂ થાય તે પહેલા જ રહીશોએ તેમના કારણે અન્ય ત્રણ ઉમેદવારને પણ પ્રવેશ કરવા દીધો ન હતો અને તમામ ઉમેદવારોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું, ભાજપના ઉમેદવારોએ સ્થાનિક નેતા અને વોર્ડના ઉપપ્રમુખને સમજાવવા આગળ કર્યા હતા પણ લોકોએ તેમની વાત પણ કાને ધરી નહોતી અને ભાજપ ભગાવોના નારા લગાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે પુત્રોની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો:બે માસૂમના મોત, મહિલા સારવાર હેઠળ
    Next Article
    'હું બોલું છું અને આને મોબાઇલ જોવો છે બોલો....':ભાષણ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મોબાઈલમાં શેરબજાર જોતા હતા; ભુરાલાલ શાહે જાહેરમાં ટકોર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment