Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે પુત્રોની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો:બે માસૂમના મોત, મહિલા સારવાર હેઠળ

    1 week ago

    દાહોદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી હાર્દિકભાઈની પત્નીએ પોતાના બે પુત્રોની હત્યા કરી બાદમાં પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બંને પુત્રોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઝેરી દવા જેવો પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ પ્રાથમિક માહિતી અનુસાર, ચાકલીયા રોડ સ્થિત તેમના નિવાસ સ્થાને પત્નીએ પહેલા 12 વર્ષીય પુત્ર શ્લોક અને 2 વર્ષીય પુત્ર રુદ્રને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ તેણે ઝેરી દવા જેવો કોઈ પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્રણેયને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં મહિલાનો બચાવ થયો, પરંતુ બંને પુત્રોને બચાવી શકાયા ન હતા. બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હાલ મહિલાને ગંભીર હાલતમાં ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. આ પગલું કયા કારણોસર ભરવામાં આવ્યું તે જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ ટાઉન પોસ્ટ વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી છે જેમાં 2 બાળકોના મૃત્યુ થયા છે જેમાં પત્નીએ પણ પોતે દવા પીધી છે પ્રથમ દૃષ્ટિએ પત્નીએ બાળકોના મૃત્યુ નિપજાવી પોતે પણ અગમ્ય કારણોસર દવા પીધી છે હાલમાં સ્ત્રી સારવાર હેઠળ છે તપાસ ચાલુ છે અને વધુ પુરાવા સાથે વિગતવાર કાર્યવાહી કરવામાં આવશે: જગદીશ ભંડારી ડીવાયએસપી મૃતકોના નામ : પુત્ર શ્લોક (12 વર્ષ) પુત્ર રુદ્ર (2 વર્ષ)
    Click here to Read More
    Previous Article
    Parliament special sitting LIVE updates: INDIA bloc MPs hold meeting ahead of key vote on women’s quota, delimitation
    Next Article
    ‘તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળી પડ્યા’:વોટ માંગવા આવતા શરમ આવવી જોઈએ, અસારવાની સોસાયટીઓમાં ભાજપ ભગાવોના નારા લાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment