Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાવળામાં ટ્રક અથડામણ, ધંધુકામાં ડ્રાઈવરનું મોત:સાણંદ ચોકડી પાસે બે ટ્રક અથડાયા, વખતપર નજીક અજાણ્યા વાહનની ટક્કર

    1 week ago

    આજરોજ બાવળા-સાણંદ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ બીજા ટ્રક ઘૂસી જતા આ ઘટના બની હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે. બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક ઘટનામાં, ધંધુકા તાલુકાના વખતપર ગામના પાટિયા પાસે રાત્રે આશરે 11:30 વાગ્યે અકસ્માત થયો હતો. ટ્રક ડ્રાઇવર જયંતીભાઈ (ઉંમર આશરે 55 વર્ષ, રહેવાસી અમરેલી) ફેદરાથી અમરેલી તરફ જઈ રહ્યા હતા. હોટલ પર ચા પીધા બાદ ટ્રકમાં જતા સમયે અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ફેદરા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને પ્રથમ ધંધુકા અને ત્યારબાદ ભાવનગર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ભાવનગર પહોંચતા પહેલા જ તેમનું અવસાન થયું હતું. ફેદરા 108ની ટીમે મૃતક પાસેથી મળેલ રૂ. 36,280 રોકડ રકમ તથા એક સામાન્ય મોબાઇલ ફોન તેમના પરિવારજનોને પરત કર્યા હતા. આ કામગીરીમાં પાયલોટ સહદેવસિંહ ગોહિલ અને EMT કલ્પેશ જાનીનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ‘ભૂપેન્દ્રભાઈ હવે યોગી જેવા કડક બન્યા છે':કડીમાં નીતિન પટેલની ગર્જના 'કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફુલ ગેરંટી'’; કોંગ્રેસ પર સાડીઓ વેચવાના આરોપ લગાવ્યા
    Next Article
    કોંગ્રેસે જાહેર કર્યો ‘જનતાનો મેનિફેસ્ટો’:શહેરીજનો માટે મફત સ્વાસ્થ્ય સેવા અને મહિલાઓને ફ્રી મુસાફરીના વચનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment