Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસે જાહેર કર્યો ‘જનતાનો મેનિફેસ્ટો’:શહેરીજનો માટે મફત સ્વાસ્થ્ય સેવા અને મહિલાઓને ફ્રી મુસાફરીના વચનો

    1 week ago

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી શહેરના વિકાસ માટે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ અભિયાન હેઠળ નવસારીના નાગરિકો પાસેથી મેળવેલા સીધા સૂચનોના આધારે આ વચન પત્ર તૈયાર કરાયું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે આ મેનિફેસ્ટો એ માત્ર કાગળ નથી પણ જનતા સાથેનું કમિટમેન્ટ છે. કોંગ્રેસના શહેર પ્રમુખ દિપક બારોટે તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકા સંચાલિત શાળાઓને હાઈટેક બનાવી ગુજરાતી-અંગ્રેજી માધ્યમનું શ્રેષ્ઠ શિક્ષણ અપાશે. સ્વાસ્થ્ય ક્ષેત્રે દરેક વોર્ડમાં 24/7 હેલ્થ સેન્ટર શરૂ કરી એક્સ-રે, સીટી સ્કેન અને બ્લડ ટેસ્ટ ફ્રી કરવાની સાથે વડીલોને બીપી-ડાયાબિટીસની દવાઓ મફત આપવાની જાહેરાત કરાઈ છે. ​મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરી, મહિલાઓના નામે નોંધાયેલા વાહનો પર રોડ ટેક્સમાં મુક્તિ અને સુરક્ષા માટે 24/7 સીસીટીવી કેમેરા, યુવાનોને કોર્પોરેશનમાં ખાલી તમામ જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી અને સ્પોર્ટ્સ સંકુલનું આધુનિકીકરણ, કોંગ્રેસે નાના મકાનો (50 મીટરથી ઓછા) માટે પ્રોપર્ટી ટેક્સમાં 50% રાહત આપવાનું અને નવા વિસ્તારોમાં સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્સ મુક્તિનું વચન આપ્યું છે. આ ઉપરાંત, દિવસમાં બે વાર શુદ્ધ પાણી, ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા અને પૂર્ણા નદીમાં આવતા પૂરથી શહેરને બચાવવા પ્રોટેક્શન વોલ બનાવવાનું પણ આયોજન મેનિફેસ્ટોમાં દર્શાવ્યું છે. શહેરના રસ્તાઓની ગુણવત્તા બાબતે ‘જનતા ઓડિટ’ કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાશે તેમજ આગામી 20 વર્ષના આયોજન સાથે ટ્રાફિક મેનેજમેન્ટનો માસ્ટર પ્લાન અમલી બનાવવાની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    બાવળામાં ટ્રક અથડામણ, ધંધુકામાં ડ્રાઈવરનું મોત:સાણંદ ચોકડી પાસે બે ટ્રક અથડાયા, વખતપર નજીક અજાણ્યા વાહનની ટક્કર
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex, Nifty Trade Flat Amid Uncertainty Around US-Iran Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment