Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ભૂપેન્દ્રભાઈ હવે યોગી જેવા કડક બન્યા છે':કડીમાં નીતિન પટેલની ગર્જના 'કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફુલ ગેરંટી'’; કોંગ્રેસ પર સાડીઓ વેચવાના આરોપ લગાવ્યા

    1 week ago

    મહેસાણા જિલ્લાની નાની કડી બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપના શિક્ષિત ઉમેદવાર મયંક પટેલના સમર્થનમાં આયોજિત જંગી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર નિશાન સાધતાં ચૂંટણી માહોલ ગરમાવી દીધો હતો. તેમણે કોંગ્રેસને 'કાગડો' કહીને સંબોધતાં સ્પષ્ટ કર્યું હતું કે, કડીમાં હવે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. ભૂપેન્દ્ર પટેલનું 'યોગી મોડેલ' અને સુરક્ષાનો ભરોસો સભાને સંબોધતાં નીતિન પટેલે કાયદો અને વ્યવસ્થા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મૃદુ છે પણ હવે જરૂર પડ્યે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ જેવા કડક પણ બની ગયા છે. ભાજપના શાસનમાં ગુંડા તત્વો અને લુખ્ખાઓની કોઈ જગ્યા નથી. જો કોઈ અસામાજિક તત્વ છેડતી કે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે, તો ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ તેને છોડશે નહીં. કોંગ્રેસની 'સાડી' અને 'પૈસા'ની રાજનીતિ પર પ્રહાર ચૂંટણીમાં મતદારોને લલચાવવાના પ્રયાસો અંગે ચેતવણી આપતાં નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો કે, મેં સાંભળ્યું છે કે, કોંગ્રેસવાળા સાડીઓ અને પૈસા વહેંચવાના છે. બહેનો ચેતી જજો! જો કોઈ આવી વસ્તુઓ વહેંચતા પકડાયું તો પોલીસને કડક સૂચના છે કે ગમે તેવો વગદાર માણસ હશે તો પણ તેને જેલ ભેગો કરવામાં આવશે. કોંગ્રેસ પાસે 'નો ગેરંટી', ભાજપ પાસે 'વિકાસ' નીતિન પટેલે વિકાસના મુદ્દે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, જેઓ હજુ સુધી રામલલાના દર્શને કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સરદાર પટેલને વંદન કરવા ગયા નથી, તેમને દેશભક્તિની વાત કરવાનો કોઈ અધિકાર નથી. ભાજપના શાસનમાં કડીમાં થયેલી તેજીને કારણે ખેડૂતોની જે જમીન લાખોમાં હતી તે આજે કરોડોમાં પહોંચી છે. કડી નગરપાલિકાની 28 સીટ બિનહરીફ થવા બદલ તેમણે મતદારોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, કડીમાં કોંગ્રેસનો 'ક' પણ બાકી રાખવાનો નથી. ‘વેવાઈ જોઈએ એમ ઉમેદવાર જુઓ’ મતદારોને અપીલ કરતા તેમણે સામાજિક ઉદાહરણ આપ્યું હતું કે, જેમ આપણે દીકરી પરણાવતી વખતે સામાવાળાનું ઘર અને સંસ્કાર જોઈએ છીએ, તેમ મત આપતી વખતે પણ ઉમેદવારની શિક્ષા અને સંસ્કાર જોવા જોઈએ. ભાજપે મયંક પટેલ જેવા શિક્ષિત અને સેવાભાવી યુવાનને મેદાનમાં ઉતાર્યા છે જેમના માટે જીત નિશ્ચિત છે. કડીની આ સભામાં નીતિન પટેલે કાર્યકર્તાઓમાં જોશ પૂરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે 'રમણભમણ' થઈ ગઈ છે અને દેશભક્તો માટે માત્ર ભાજપ જ વિકલ્પ છે. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને વિનોદ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મેદાનમાં હાર્દિક-બુમરાહ વચ્ચે તુતુ-મેંમેં થઈ?:શ્રેયસના શાનદાર કેચથી પંડ્યા આઉટ, રધરફોર્ડનું બેટ તૂટ્યું, ડી કોકે ધોનીને પાછળ છોડ્યો; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
    Next Article
    બાવળામાં ટ્રક અથડામણ, ધંધુકામાં ડ્રાઈવરનું મોત:સાણંદ ચોકડી પાસે બે ટ્રક અથડાયા, વખતપર નજીક અજાણ્યા વાહનની ટક્કર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment