Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ:જેનીબેન ઠુંમરના આક્ષેપ - માયાભાઈ આહીરના જમાઈએ પોસ્ટરો ફાડ્યા, કોંગ્રેસની પોલીસમાં લેખિત અરજી

    2 weeks ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાની લાઠી તાલુકાની ચાવંડ બેઠક હાલમાં વિવાદનું કેન્દ્ર બની છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપના ઉમેદવાર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પરિવારજનો પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા રાજકારણ તેજ બન્યું છે. શું છે સમગ્ર વિવાદ? ચાવંડ બેઠક પરથી ભાજપ તરફથી જિલ્લા ભાજપ અગ્રણી જીતુ ડેરના પુત્રવધૂ અને ખ્યાતનામ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલબેન ડેર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસ પક્ષે વડીલ ઉમેદવાર શાંતુબેન ડેરને મેદાનમાં ઉતાર્યા છે. આક્ષેપ મુજબ, ચાવંડ પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે આવેલા વિસ્તારમાં રાત્રિના સમયે કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેરના પોસ્ટરો અજાણ્યા શખ્સો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે શાંતુબેનના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પૂર્વે જ આ તોડફોડ કરવામાં આવી છે. જેની ઠુંમરના સોશિયલ મીડિયા પર પ્રહાર પ્રદેશ કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુંમર દ્વારા આ મુદ્દે સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરવામાં આવી છે. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે માયાભાઈ આહીરના જમાઈએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પોસ્ટર ફાડી નાખ્યા છે. જેની ઠુંમરે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની ઉમેદવારી ખેંચાવવા માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા ન મળતા હવે આ પ્રકારની તોડફોડ કરવામાં આવી રહી છે. માયાભાઈ આપ તો ભારતીય સંસ્કૃતિને આખા વિશ્વમાં ઉજાગર કરો છો, પરંતુ જ્યારે તમારી દીકરી ચૂંટણી લડી રહી હોય ત્યારે આવી ઘટનાઓ તમારી અને તમારા વેવાઈની કથની અને કરણી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. કોંગ્રેસની પોલીસમાં લેખિત અરજી આ ઘટનાને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ જીતવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહ્યું છે અને વિપક્ષના ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજકીય સમીકરણો અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં બેઠકો જીતવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ભાજપ પોતાના વિકાસના કામો અને જાણીતા ચહેરાઓના સહારે મેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ લોકશાહીના મૂલ્યો અને 'દાદાગીરી'ના મુદ્દા ઉઠાવીને મતદારોને આકર્ષવા પ્રયત્ન કરી રહી છે. ચાવંડ બેઠક પર સર્જાયેલી આ ખેંચતાણ હવે આગામી દિવસોમાં કેવો વળાંક લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    નમન ધીર ફિફ્ટી ફટકારીને આઉટ:શશાંકે કેચ આઉટ કરાવ્યો, સેન્ચુરિયન પાર્ટનરશિપ તૂટી; ડી કોક સદીની નજીક
    Next Article
    અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો:ઠક્કરબાપાનગર બ્રિજ પર બાઈકની અડફેટે ડિલિવરી બોયનું મોત, રખિયાલમાં ટુ વ્હીલર ચાલકની ટક્કરે વૃદ્ધાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment