Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો:ઠક્કરબાપાનગર બ્રિજ પર બાઈકની અડફેટે ડિલિવરી બોયનું મોત, રખિયાલમાં ટુ વ્હીલર ચાલકની ટક્કરે વૃદ્ધાનું મોત

    2 weeks ago

    અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અને પૂરઝડપે હંકારતા વાહનોને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરના ઠક્કરનગર બ્રિજ અને રખિયાલ વિસ્તારમાં સર્જાયેલા બે ગંભીર અકસ્માતોમાં એક ડિલિવરી બોય અને એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ટ્રાફિક પોલીસે બંને મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પહેલી ઘટના: ઠક્કરબાપાનગર બ્રિજ પર બે બાઈક વચ્ચે ટક્કર રાત્રિના સમયે ઠક્કરબાપાનગર બ્રિજ પર બે બાઈક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડિલિવરી બોય ચંદ્રકાંતભાઈ પોતાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સામેથી આવતી બાઈક સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રકાંતભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. બીજી ઘટના: રખિયાલમાં હિટ એન્ડ રનની ઘટના રખિયાલના રામીની ચાલી વિસ્તારમાં એક અજાણ્યા વાહનચાલકે વૃદ્ધાને અડફેટે લીધા હતા. 68 વર્ષીય સુશીલાબેન પરમાર રાત્રિના સમયે પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે પુરઝડપે આવેલા ટુ-વ્હીલર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સુશીલાબેન રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટુ-વ્હીલર ચાલક ઊભો રહેવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે બંને બનાવોમાં ગુનો દાખલ કર્યો છે. રખિયાલની ઘટનામાં પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી ફરાર વાહનચાલકની ઓળખ કરી તેની ધરપકડ કરી શકાય. શહેરમાં વધતા જતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં પણ રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ:જેનીબેન ઠુંમરના આક્ષેપ - માયાભાઈ આહીરના જમાઈએ પોસ્ટરો ફાડ્યા, કોંગ્રેસની પોલીસમાં લેખિત અરજી
    Next Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સત્તાવાર આંકડા:39,349 ફોર્મમાંથી 11,433 રદ, 694 બેઠકો બિનહરીફ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment