Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજિક પરિવર્તનનો અનોખો પવન ફૂંકાયો:ગાંધીનગર ઉવારસદ બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ કુળદેવીના સોગંધ ખાઈને કહ્યું- ચૂંટણીમાં દારૂ નહીં વહેંચાય

    1 week ago

    ગાંધીનગર જિલ્લાની ઉવારસદ જિલ્લા પંચાયત બેઠક પરથી રાજનીતિનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે દારૂની રેલમછેલ થતી હોવાના આક્ષેપો થતા હોય છે, ત્યારે અહીં ભાજપ અને કોંગ્રેસના બંને પ્રતિસ્પર્ધી મહિલા ઉમેદવારોએ એકમત થઈ ચૂંટણીને વ્યસનમુક્ત રાખવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો છે. રાજકીય હરિફાઈ વચ્ચે સામાજિક એકતા ઉવારસદ બેઠક પર ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ભાગ્યવતીબેન ઠાકોર વચ્ચે સીધો જંગ છે. સત્તા મેળવવા માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ ગામના યુવાધનને બચાવવા અને ચૂંટણીના પવિત્ર વાતાવરણને જાળવી રાખવા બંને પક્ષોએ રાજકીય મતભેદો બાજુ પર મૂક્યા છે. કુળદેવીના શરણમાં લીધા શપથ બંને પક્ષના ઉમેદવારોએ પોતપોતાના કાર્યકરોની હાજરીમાં એક સામૂહિક બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રદ્ધા અને નૈતિકતાનો સમન્વય જોવા મળ્યો હતો. બંને મહિલા ઉમેદવારોએ પોતાના કુળદેવીના શરણમાં જઈને અતૂટ શ્રદ્ધા સાથે સોગંધ ખાધા છે. ચૂંટણી પ્રચાર કે મતદાન દરમિયાન કોઈપણ તબક્કે દેશી કે વિદેશી દારૂનો ઉપયોગ કે વહેંચણી કરવામાં આવશે નહીં. ગામમાં દારૂની બદીને જળમૂળથી દૂર કરવી અને ચૂંટણીને ખરા અર્થમાં લોકશાહીનું પર્વ બનાવવું. ગ્રામજનોમાં ખુશીનો માહોલ ઉવારસદના આ બંને ઉમેદવારોની પહેલને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં બિરદાવવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હાર-જીત તો સમય નક્કી કરશે, પરંતુ દારૂ જેવી બદીને દૂર રાખવાના આ નિર્ણયથી બંને ઉમેદવારોએ અત્યારથી જ જનતાના દિલ જીતી લીધા છે. ઉમેદવારોનો એકસૂર "જીત ગમે તે પક્ષની થાય, પણ અમારો સંકલ્પ ઉવારસદને વ્યસનમુક્ત રાખવાનો છે." આ પહેલ અન્ય બેઠકો માટે પણ એક મિશાલ કાયમ કરી રહી છે, જે દર્શાવે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો રાજનીતિમાં પણ નૈતિક મૂલ્યોનું જતન કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સિંગ ઈઝ કિંગ...અર્શદીપ સિંહ....!:સતત બે બોલમાં બે વિકેટ, રિકલ્ટન બાદ સૂર્યકુમારને પેવેલિયન ભેગો કર્યો; રોહિત શર્મા ઈજાના કારણે બહાર
    Next Article
    ગાંધીનગરમાં પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરાશે:19 એપ્રિલે સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રા અને લોકડાયરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment