Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગ ઈઝ કિંગ...અર્શદીપ સિંહ....!:સતત બે બોલમાં બે વિકેટ, રિકલ્ટન બાદ સૂર્યકુમારને પેવેલિયન ભેગો કર્યો; રોહિત શર્મા ઈજાના કારણે બહાર

    1 week ago

    IPL 2026ની 24મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. કેપ્ટન શ્રેયસ ઐયરે જાહેરાત કરી કે પાછલી મેચની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. MI એ ત્રણ ફેરફાર કર્યા છે. રોહિત શર્મા, મિશેલ સેન્ટનર અને ટ્રેન્ટ બોલ્ટ આ મેચ રમી રહ્યા નથી. ક્વિન્ટન ડી કોક, મયંક રાવત અને દિપક ચહરને તક આપવામાં આવી છે. ગઈ સીઝનમાં બંને ટીમ બે વાર આમને-સામને આવી હતી અને બંને વખતે પંજાબનો વિજય થયો હતો. પંજાબ આ સીઝનમાં 4માંથી 3 મેચ જીતીને બીજા નંબરે છે. આજે જીતીને પંજાબ પાસે પોઇન્ટ્સ ટેબલમાં નંબર-1 પર પહોંચવાની તક છે. તેમની કોલકાતા સામેની એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બીજી તરફ મુંબઈને 4માંથી માત્ર 1 મેચમાં જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ- 11: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત (ડેબ્યૂ), શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર: ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કંડે. પંજાબ કિંગ્સની પ્લેઈંગ- 11: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ હેગડે અને યશ ઠાકુર.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 MI vs PBKS Match 24 Preview: Hardik लगाएंगे Shreyas के अजेय अभियान पर ब्रेक?
    Next Article
    સામાજિક પરિવર્તનનો અનોખો પવન ફૂંકાયો:ગાંધીનગર ઉવારસદ બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ કુળદેવીના સોગંધ ખાઈને કહ્યું- ચૂંટણીમાં દારૂ નહીં વહેંચાય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment