Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ભાજપે જિલ્લા પંચાયતની જલોત્રા સીટ માટે સભા યોજી:પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

    1 week ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જલોત્રા જિલ્લા પંચાયતની એક બેઠક અને પાંચ તાલુકા પંચાયતની બેઠકો માટે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાની જલોત્રા જિલ્લા પંચાયત બેઠકને હોટ ફેવરિટ માનવામાં આવે છે અને તેના પર સૌની નજર છે. આ બેઠકના ભાજપના ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે સભાને સંબોધિત કરી હતી. પૂર્વ દાંતા ધારાસભ્ય વસંત ભટોળે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી, તેથી તેઓ બહારથી આયાતી ઉમેદવારો લાવીને ચૂંટણી લડાવી રહ્યા છે. તેમને તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર ઉમેદવાર મળતા નથી. વસંત ભટોળે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને બહારથી ઉમેદવારો લાવવા પડે છે, પરંતુ હવે પ્રજા તેમને જવાબ આપશે. તેમણે ઉમેર્યું કે, ગત ટર્મમાં જલોત્રા બેઠક કોંગ્રેસ પાસે હતી, પરંતુ નર્મદાના નીર આવવાને કારણે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વસંત ભટોળે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જલોત્રા જિલ્લા પંચાયત સહિત પાંચ તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે.
    Click here to Read More
    Previous Article
    આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું:રડતા રડતા કહ્યું: મારી ટિકિટ કપાતા દુઃખના તોફાનમાં વહી રહ્યો છે. કોંગ્રેસે મારી સાથે દગો કર્યો, બન્ને પાર્ટીઓએ રાજનીતિને મંડી બનાવી દીધી છે
    Next Article
    'બિનહરીફ થવાથી આપ કે કોંગ્રેસને નુકસાન નથી, જનતાનો હક છીનવાયો':ઈટાલિયાએ કહ્યું- 700 ફોર્મ પરત ખેંચાવવા ગુંદાગર્દી, અપહરણ અને ખોટી FIRનો આશરો લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment