Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બિનહરીફ થવાથી આપ કે કોંગ્રેસને નુકસાન નથી, જનતાનો હક છીનવાયો':ઈટાલિયાએ કહ્યું- 700 ફોર્મ પરત ખેંચાવવા ગુંદાગર્દી, અપહરણ અને ખોટી FIRનો આશરો લેવાયો

    1 week ago

    ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય તણાવ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ બિનહરીફ જીતની લ્હાયમાં રાજ્યમાં લોકશાહી પ્રણાલીને નુકસાન પહોંચાડી રહી છે. ફોર્મ પરત ખેંચાવવા ફિલ્મોની જેમ ગુંડાઓના ધાડા ઉતારવામાં આવ્યા- ઈટાલિયા ઈટાલીયાએ જણાવ્યું કે, લગભગ 700 જેટલા ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે “ફિલ્મોની જેમ ગુંડાઓના ધાડા ઉતારવામાં આવ્યા”. તેમણે દાવો કર્યો કે વિરોધ પક્ષના ઉમેદવારોને ધમકી, અપહરણ અને ખોટી FIR દ્વારા દબાણમાં લાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં ગુંડાગર્દી અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધતા ઈટાલીયાએ આરોપ મૂક્યો કે તેમના નેતૃત્વ હેઠળ પોલીસનો “ભયંકર રીતે દુરુપયોગ” થયો છે. બિનહરીફ થવાથી આપ કે કોંગ્રેસ નુકસાન નથી, જનતાનો હક છીનવાયો- ઈટાલિયા AAP નેતાએ જણાવ્યું કે, “બિનહરીફ થવાથી AAP કે કોંગ્રેસને નુકસાન નથી, પરંતુ જનતાનો હક છીનવાઈ રહ્યો છે.” તેમણે ચેતવણી આપી કે જો વિપક્ષ નબળો પડશે તો જનતાનો અવાજ દબાઈ જશે. ઈટાલીયાએ ભાજપના કાર્યકર્તાઓને પણ અપીલ કરી કે તેઓ આ પ્રકારની રાજનીતિ સામે અવાજ ઉઠાવે. “આજે વિરોધીઓના અપહરણ થાય છે, કાલે ભાજપના જ લોકોનો વારો આવશે,” એમ તેમણે ઉમેર્યું. અંતમાં તેમણે કહ્યું કે 200 વર્ષના સંઘર્ષ પછી મળેલા મતાધિકારને આ રીતે ખતમ કરવાનો પ્રયાસ લોકશાહી માટે ઘાતક સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ભાજપે જિલ્લા પંચાયતની જલોત્રા સીટ માટે સભા યોજી:પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે કોંગ્રેસ પર પ્રહાર કર્યા
    Next Article
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે હવાઈ મુસાફરો ઘટ્યા:રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 3 માસમાં મુસાફરોની સંખ્યા 1.39 લાખથી ઘટી 1.16 લાખે પહોંચી, વેકેશનમાં વધવાની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment