Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે હવાઈ મુસાફરો ઘટ્યા:રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 3 માસમાં મુસાફરોની સંખ્યા 1.39 લાખથી ઘટી 1.16 લાખે પહોંચી, વેકેશનમાં વધવાની આશા

    1 week ago

    અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધીના સમર શેડ્યૂલ મુજબ હાલ દૈનિક 13 સહિત 14 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જો કે હાલ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સાથેના યુદ્ધના કારણે હવાઈ સેવાને ગંભીર અસર પહોંચી હોય તેમ હવાઈ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં 1.39 લાખ, ફેબ્રુઆરીમાં 1.26 લાખ તો માર્ચમાં મુસાફરો ઘટીને 1.16 લાખ થઈ ગયા. જોકે હવે ઉનાળુ વેકેશન છે ત્યારે મુસાફરોની સંખ્યામાં વધારો થશે તેવી ટુર્સ ઓપરેટરોને આશા છે. ગત નાણાકીય વર્ષમાં 12.53 લાખ મુસાફરોની અવરજવર થઈ ગત વર્ષે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી 12.53 લાખ મુસાફરોએ ફલાઈટમાં અવરજવર કરી હતી. જેમાં 6.13 લાખ મુસાફરો ફલાઇટમાં આગમન કરી ચૂક્યા છે. જ્યારે 6.39 લાખ મુસાફરો એરપોર્ટ પરથી ફ્લાઈટમાં પ્રસ્થાન કરી ચૂક્યા છે. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઈટ ઉડાન ભરશે. હવાઈ મુસાફરોની સંખ્યામાં ઘટાડો રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા 5 તો નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઈટ છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરી હતી. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરી રહી છે. જ્યારે ઈન્ડિગો એર લાઈન્સની ગોવાની ફ્લાઇટ બંધ થઈ છે. જે બાબતે એરલાઈન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ એપ્રિલ અંતથી શરૂ થશે. દૈનિક 13 સહિત 14 ફ્લાઈટની ઉડાન હાલ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે દુબઈ અને તુર્કી જેવા સ્થળોએ જવાનું હવાઈ મુસાફરો ટાળી રહ્યા છે. જેથી ફલાઈટમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે હવે ઉનાળુ વેકેશન છે, ત્યારે લોકો પરિવાર સાથે હરવા ફરવા માટે નીકળી પડતા હોઈ છે. ત્યારે હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    'બિનહરીફ થવાથી આપ કે કોંગ્રેસને નુકસાન નથી, જનતાનો હક છીનવાયો':ઈટાલિયાએ કહ્યું- 700 ફોર્મ પરત ખેંચાવવા ગુંદાગર્દી, અપહરણ અને ખોટી FIRનો આશરો લેવાયો
    Next Article
    IPL 2026 MI vs PBKS Live Score, Playing 11 Today Match Updates: Will Rohit Sharma play for Mumbai Indians vs unbeaten Punjab Kings at Wankhede?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment