Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું:રડતા રડતા કહ્યું: મારી ટિકિટ કપાતા દુઃખના તોફાનમાં વહી રહ્યો છે. કોંગ્રેસે મારી સાથે દગો કર્યો, બન્ને પાર્ટીઓએ રાજનીતિને મંડી બનાવી દીધી છે

    1 week ago

    આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ વોર્ડ નંબર 19 માં ભાજપ અને કોંગ્રેસ બંને સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ટિકિટ ન મળવાથી નારાજ ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને તેમણે ચૂંટણી જીત્યા પછી જનતા માટે કામ કરવાની અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ રાજપૂતે વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર 19માં ભાઈઓ બહેનોને એક દુઃખની વાત કહેવા માંગુ છું કે, હું આજે દુઃખના તોફાનમાં વહી રહ્યો છું. હું કારગિલનો યોધ્ધા રહ્યો છું. ત્યાં પણ મને એટલી તકલીફ પડી નથી. 2 મહિના સુધી યુદ્ધ ચાલ્યું હતું. બધા દુઃખ સહન કર્યા હતા. પણ કોંગ્રેસે ટિકિટ ન આપી એનું મને ખૂબ દુઃખ થયું છે, હું છાતી ફાડીને બતાવી શકું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે 2 વાગ્યે મારી ટિકિટ કાપવામાં આવી. કોંગ્રેસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મને દગો આપ્યો છે. દિલ્હીના નેતાઓએ ગદ્દારી કરી છે. મારી સાથે અન્યાય કર્યો છે. બન્ને પાર્ટીઓએ રાજનીતિને મંડી બનાવી દીધી છે. હું રાહુલ ગાંધીને આજે પણ સાચા દેશ ભક્ત માનું છું. તેઓએ વધુમાં કહ્યું કે, પૈસાના લોભે મારી ટિકિટ કાપી છે. મેં હંમેશા ડોર ટુ ડોર કેમ્પેનિંગ કર્યું છે. વોર્ડ નંબર 19ના લોકો હું તમારી સમસ્યાઓ દૂર કરવા માટે તૈયાર છું. તમે મને બહુમતથી જીતાડો. ગુજરાત અને દેશમાં એક મેસેજ જાય, કે એક દેશભક્ત નેતા બની શકે છે. બધા ઉમેદવારો બેઈમાન છે, અશિક્ષિત છે. પૈસાવાળા છે. એ તમારી સેવા નહીં કરી શકે. હું VMCને જીવવા નહીં દઉં. ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ કોંગ્રેસમાં મોટું ગાબડું:જિ. પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાયા; ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોઘંબા ખાતે ખેસ પહેરાવી આવકાર્યા
    Next Article
    બનાસકાંઠામાં ભાજપે જિલ્લા પંચાયતની જલોત્રા સીટ માટે સભા યોજી:પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment