Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ કોંગ્રેસમાં મોટું ગાબડું:જિ. પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાયા; ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોઘંબા ખાતે ખેસ પહેરાવી આવકાર્યા

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, પંચમહાલ જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)નો હાથ પકડ્યો છે. ઘોઘંબા ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે પક્ષપલટો ચેતનસિંહ પરમાર માત્ર એકલા જ ભાજપમાં જોડાયા નથી, પરંતુ તેમની સાથે મોટી સંખ્યામાં જિલ્લાના પાયાના કાર્યકરો અને સમર્થકોએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. આ પક્ષપલટાને કારણે પંચમહાલમાં કોંગ્રેસના સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે. ખાસ કરીને ચૂંટણી ટાણે જ પ્રમુખનું પક્ષ છોડવું એ ભાજપ માટે રસ્તો મોકળો કરનારું સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી હતી અટકળો નોંધનીય છે કે, પાછલા એક અઠવાડિયાથી ચેતનસિંહ પરમાર પક્ષની પ્રવૃત્તિઓથી અંતર જાળવી રહ્યા હતા. છેલ્લા બે દિવસથી તેમણે પક્ષના હોદ્દેદારો કે પૂર્વ પ્રમુખોના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતાં રાજકીય વર્તુળોમાં તેઓ પક્ષપલટો કરશે તેવી ચર્ચાઓ તેજ બની હતી, જેનો આજે અંત આવ્યો છે. ચૂંટણી ટાણે કોંગ્રેસની કફોડી સ્થિતિ એક તરફ જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું છે, તો બીજી તરફ આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાસે ઉમેદવારોની પણ ભારે અછત જોવા મળી રહી છે. વર્તમાન આંકડાકીય સ્થિતિ પર નજર કરીએ તો: ચૂંટણીના જંગ વચ્ચે સંગઠનના વડાનું પક્ષ છોડવું એ કોંગ્રેસ માટે "આત્મઘાતી" પગલું સાબિત થઈ શકે છે. ઉમેદવારોની ઘટ અને આંતરિક જૂથવાદ વચ્ચે ઝઝૂમતી કોંગ્રેસ માટે પંચમહાલનો ગઢ બચાવવો હવે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. બીજી તરફ, ભાજપે આ તકનો લાભ ઉઠાવી જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદની માંડવધાર બેઠક પર ભાજપ કાર્યાલય શરૂ:જિલ્લા પંચાયત ચૂંટણી માટે ભાજપના આગેવાનો અને મતદારો ઉપસ્થિત
    Next Article
    આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું:રડતા રડતા કહ્યું: મારી ટિકિટ કપાતા દુઃખના તોફાનમાં વહી રહ્યો છે. કોંગ્રેસે મારી સાથે દગો કર્યો, બન્ને પાર્ટીઓએ રાજનીતિને મંડી બનાવી દીધી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment