Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરજણમાં કિશોરની ઘાતકી હત્યા:બુલેટ ટ્રેનના પીલર નજીકથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસે હત્યારાને રાઉન્ડ અપ કર્યો

    1 week ago

    વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા બોડકા ગામની સીમમાં બુધવારે મોડીરાત્રે કિશોરની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાના બનાવમાં કિશોરની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ હત્યા પાછળ કોણ છે અને કારણ શું છેવટે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી બોડકા ગામમાં રહેતો કિશોર બુધવારે રાત્રે ગામની સીમમાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કિશોરના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન હતા, જે તેની હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે. ઘટનાની જાણ થતા જ આખું ગામ સીમમાં ઉમટી પડ્યું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યારાને રાઉન્ડ અપ કર્યો ઘટનાની ગંભીરતાને જોતા કરજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાને ખસેડ્યો છે. હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લીધો છે, જેમાં ડોગ સ્ક્વોડ FSLની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે કરજણ DYSPને તપાસ સોંપવામાં આવી છે. આ અંગે DYSP પી.એન. પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈ પોલીસ તપાસ કરી રહી છે. હત્યા કરનાર આરોપીને અમે દબોચ્યો છે, આ અંગેની વિગતો અમે આપીશું હાલના કાર્યવાહી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રિંગ રોડ પર એક જ દિવસમાં આગની બે ઘટના:મિલેનિયમ માર્કેટમાં કાપડની 3 દુકાન સળગતા 'મેજર કોલ' જાહેર; મલ્ટીલેવલ પાર્કિંગમાં કાર બળી
    Next Article
    વિકાસના દાવા અને વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપો.:જૂનાગઢ મનપાની બેઠકમાં ₹30.21 કરોડના વિકાસ કામોને મંજૂરી; વિપક્ષે રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાન્ટના વપરાશ મુદ્દે શાસકોને આડેહાથ લીધા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment