Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં નર્મદા પ્રદૂષણ રોકવા 3 કૃત્રિમ જળકુંડ બનશે:ગણેશ વિસર્જન માટે તંત્રની તૈયારીઓ તેજ, શક્તિનાથ, મકતમપુર અને ઝાડેશ્વરમાં વ્યવસ્થા

    9 hours ago

    ગણેશ મહોત્સવ પછી અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની વિદાયનો કાર્યક્રમ યોજાશે. આ માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા તૈયારીઓ ઝડપી કરવામાં આવી છે. ગણેશજીની પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં પ્રદૂષણ ન થાય તે માટે તંત્રએ શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએ કૃત્રિમ જળકુંડ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભરૂચ શહેરમાં શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક પાસે, મકતમપુર વિસ્તારમાં અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર નજીક કૃત્રિમ જળકુંડ તૈયાર થઈ રહ્યા છે. ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે આ સ્થળોને સુવિધાજનક બનાવાઈ રહ્યા છે. ખાસ કરીને પ્લાસ્ટર ઓફ પેરિસ સહિતની પ્રતિમાઓ નદીમાં વિસર્જન કરવાથી નર્મદાના પાણીની ગુણવત્તા અને પર્યાવરણ પર અસર થઈ શકે છે. આથી તંત્ર દ્વારા કૃત્રિમ જળકુંડનો વિકલ્પ ઊભો કરાયો છે. અનંત ચતુર્દશીના દિવસે મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. નર્મદા નદીના પર્યાવરણનું રક્ષણ થાય અને શ્રીજીની વિદાય પણ શિસ્તબદ્ધ રીતે થાય તે માટે ગણેશ આયોજકો અને ભક્તોને અપીલ કરાઈ છે. તેમને નદીમાં પ્રતિમા વિસર્જન કરવાને બદલે તંત્ર દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ જળકુંડમાં જ વિસર્જન કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    'પાલિકા ગરીબોને નોટિસ આપે છે, અમીરો સામે આંખ મીંચે છે':સુરતના ગોટાલાવાડીમાં ઘરે-ઘરે ખાટલા, ટેનામેન્ટમાં 50થી વધુ બાળકો ડેન્ગ્યુ-મેલેરિયાનો ભોગ બન્યાનો આક્ષેપ
    Next Article
    When Will Asia Cup Trophies Be Handed To India? BCCI's Massive Response

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment