Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામમાં મધુર દૂધના વિવાદે રાજકીય જોર પકડ્યું:ભાજપના ચૂંટણી પ્રચારના કાફલાને બારિયા ગામે રોકી પશુપાલકોએ 'નો વોટ'નું સૂત્ર ગજવ્યું, ધારાસભ્ય વેદના સાંભળ્યા વગર નીકળી જતાં આક્રોશ

    1 week ago

    ગાંધીનગરના દહેગામ તાલુકામાં ઉત્તમ ડેરી અને મધુર ડેરી વચ્ચેનો સંઘર્ષ હવે માત્ર વહીવટી વિવાદ નહીં પરંતુ રાજકીય જંગમાં પરિવર્તિત થયો છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આ વિવાદને કારણે દહેગામના પશુપાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેનો પડઘો હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો છે. આજે 15 એપ્રિલે બારિયા ગામે ભાજપનો પ્રચાર કરવા પહોંચેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના કાફલાને ગ્રામજનોએ અટકાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. બંન્ને ડેરીના વિખવાદથી પશુપાલકોને નુકસાન અમદાવાદ જિલ્લા ડેરી સંઘ ઉત્તમ ડેરી અને ગાંધીનગર જિલ્લા સંઘ મધુર ડેરી વચ્ચેના કાનૂની અને વહીવટી ગજગ્રાહમાં સામાન્ય પશુપાલકો પિસાઈ રહ્યા છે. પશુપાલકોની ફરિયાદ છે કે તેઓને દૂધના નિકાલ અને વ્યવસ્થામાં વહીવટી તંત્રના અંદરોઅંદરના વિખવાદને કારણે ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ આક્રોશના ભાગરૂપે પશુપાલકોએ મધુર ડેરીમાં દૂધ નહીં તો વોટ નહીં ના નારા સાથે એક વ્યાપક લડત શરૂ કરી છે. પશુપાલકોએ હાથમાં બેનરો સાથે આજે 15 એપ્રિલે ધારાસભ્ય બલરાજસિંહ પોતાના સમર્થકો અને ભાજપના કાર્યકરો સાથે બારિયા ગામે મત માંગવા પહોંચ્યા હતા. ત્યારે પશુપાલકોએ હાથમાં બેનરો સાથે તેમની ગાડી રોકી હતી. પશુપાલકો ઈચ્છતા હતા કે લોકપ્રતિનિધિ તેમની વાત સાંભળે અને આ ડેરી વિવાદનો કાયમી ઉકેલ લાવે. જોકે ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય પશુપાલકોની વેદના સાંભળવાને બદલે ત્યાંથી ગાડી હંકારી ગયા હતા. મતોનું નુકસાન વેઠવું પડશે તેવી ચીમકી જેથી ધારાસભ્યના ગયા પછી લોકોનો રોષ બેવડાયો હતો. ગ્રામજનોએ કાફલામાં રહેલા ભાજપના અન્ય આગેવાનો અને કાર્યકરોને ઘેરી લીધા હતા. લાંબા સમય સુધી ચાલેલા આ ઘેરાવમાં પશુપાલકોએ પોતાનો આક્રોશ ઠાલવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો મધુર ડેરીમાં પશુપાલકોના દૂધના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સત્તાધારી પક્ષને આ વખતે મતોનું ભારે નુકસાન વેઠવું પડશે. ત્યારે સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ડેરીના આ સહકારી વિવાદે હવે પશુપાલકોમાં જે રોષ જન્માવ્યો છે, તે આગામી ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. જો વહેલી તકે ઉત્તમ અને મધુર ડેરી વચ્ચેનો વહીવટી પેચ નહીં ઉકેલાય તો દૂધની આ લડાઈ મધુર બનવાને બદલે શાસક પક્ષ માટે કડવી સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    પરિણીતાની છેડતી, જાનથી મારી નાખવાની ધમકી:પંખો રિપેરિંગ બહાને ઘરમાં ઘૂસી શખ્સે અડપલાં કર્યા
    Next Article
    પાટણમાં સગીરાના બળજબરીથી બાળલગ્ન અટકાવાયા:માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાનો પ્રયાસ નિષ્ફળ, સખી વન સ્ટોપ સેન્ટરે આશ્રય આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment