Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સગીરાના બળજબરીથી બાળલગ્ન અટકાવાયા:માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાનો પ્રયાસ નિષ્ફળ, સખી વન સ્ટોપ સેન્ટરે આશ્રય આપ્યો

    1 week ago

    પાટણ શહેરમાં સગીર વયની બાળકીના તેની મરજી વિરુદ્ધ કરાવાઈ રહેલા લગ્નને 112 જન રક્ષક અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી અટકાવ્યા છે. બાળકીને સુરક્ષિત રીતે બચાવી ધારપુર સિવિલ હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ મહિલા સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આ ઘટનાની શરૂઆત પાટણ સિટી બી ડિવિઝન 112 જન રક્ષક વાનને મળેલા ઈમરજન્સી કોલથી થઈ હતી. આ ઉપરાંત, ચાઈલ્ડ હેલ્પલાઈન અને બાળ સુરક્ષા શાખામાં ડી.પી.સી. તરીકે ફરજ બજાવતા નીલિશાબેન ચૌહાણને 1098 હેલ્પલાઈન મારફતે બાતમી મળી હતી. બાતમી અનુસાર, પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક સગીર બાળકીને તેના માતા-પિતા હેરાન કરી રહ્યા હતા અને તેની મરજી વિરુદ્ધ બાળલગ્ન કરાવી રહ્યા હતા. માહિતી મળતા જ 1098 ના પી.સી. નીલિશાબેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે બાળકીના માતા-પિતાને કાયદાકીય સમજ આપી લગ્ન ન કરવા જણાવ્યું હતું. જોકે, માતા-પિતા દ્વારા પૂરતો સહકાર ન મળતા અને ઘર્ષણની સ્થિતિ જણાતા 112 જન રક્ષક હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 112 જન રક્ષક ગાડીના કર્મચારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. 1098 ના સભ્યો અને 112 ના જવાનોએ સાથે મળીને બાળકીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હતી. ત્યારબાદ બાળકીને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ મહિલા સેન્ટરને સોંપવામાં આવી હતી. આ કામગીરીમાં 112 જનરક્ષક વાન ઇન્ચાર્જ એ.પી.સી. પ્રભુરામ કેશાભાઈ અને પાયલોટ દેસાઈ રાહુલકુમાર જયરામભાઈ જોડાયા હતા. હાલ આ મામલે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દહેગામમાં મધુર દૂધના વિવાદે રાજકીય જોર પકડ્યું:ભાજપના ચૂંટણી પ્રચારના કાફલાને બારિયા ગામે રોકી પશુપાલકોએ 'નો વોટ'નું સૂત્ર ગજવ્યું, ધારાસભ્ય વેદના સાંભળ્યા વગર નીકળી જતાં આક્રોશ
    Next Article
    'ચૂંટણી પછી કોઈ નહીં બચાવે':કોંગ્રેસની પ્રવેશબંધીના બેનરો મામલે પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવ મેદાને, 'પેટ્રોલપંપો બનાવવા અને જમીનો હડપ કરવાના ધંધા છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment