Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાની છેડતી, જાનથી મારી નાખવાની ધમકી:પંખો રિપેરિંગ બહાને ઘરમાં ઘૂસી શખ્સે અડપલાં કર્યા

    1 week ago

    પાટણ શહેરમાં એક પરિણીતાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે શબ્બિર કાળુભાઈ શેખ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છેલ્લા બે-ત્રણ વર્ષથી પરિણીતાને પરેશાન કરી શારીરિક અડપલાં કરતો હતો અને તેનો પીછો કરી અભદ્ર માંગણીઓ કરતો હતો. ફરિયાદ અનુસાર, પાટણના જરાદીવાડો રતનપોળ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતાના ઘરે આશરે બે-ત્રણ વર્ષ પહેલા પંખો ખરાબ થયો હતો. પરિણીતાના પતિએ પંખો રિપેર કરવા માટે ઘરે મોકલ્યો હતો. તે સમયે પરિણીતા ઘરે એકલી હતી, જેનો લાભ લઈ શબ્બિરે તેનો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા. આરોપીએ પરિણીતાને ધમકી આપી હતી કે જો તે કોઈને જાણ કરશે તો તેને અને તેના પતિને જાનથી મારી નાખશે. સામાજિક ડર અને ગભરાટને કારણે પરિણીતાએ તે સમયે મૌન સેવ્યું હતું. આ ઘટના બાદ પણ આરોપી શબ્બિર અવારનવાર પરિણીતાના ઘરે આવી છેડતી કરતો રહ્યો. આશરે દોઢ વર્ષ પહેલા આરોપી તેના પરિવાર સાથે કડી, મહેસાણા ખાતે રહેવા જતો રહ્યો હતો. તેમ છતાં, તે વારંવાર પાટણ આવી પરિણીતાનો પીછો કરતો અને તેની પાસે અભદ્ર માંગણીઓ કરતો હતો. ગત 5 એપ્રિલ, 2026 ના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યે પણ આરોપીએ પરિણીતાનો પીછો કરી તેને પરેશાન કરી હતી. આરોપીના સતત ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે તેના પતિ અને સાસુને આ અંગે જાણ કરી. 15 એપ્રિલ, 2026 ના રોજ પરિણીતાએ પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ પોતાની આપવીતી જણાવી. પોલીસે આરોપી શબ્બિર કાળુભાઈ શેખ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 74, 75(2), 78 અને 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આપના કાર્યાલય પર મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ ત્રાટકતા હોબાળો:પંકજ આંબલિયાના ભાજપ પર આકરા પ્રહાર,'ભાજપના ગુંડાઓ હારના ડરથી અધિકારીઓને મોકલી ડરાવવાનું કામ કરે છે'
    Next Article
    દહેગામમાં મધુર દૂધના વિવાદે રાજકીય જોર પકડ્યું:ભાજપના ચૂંટણી પ્રચારના કાફલાને બારિયા ગામે રોકી પશુપાલકોએ 'નો વોટ'નું સૂત્ર ગજવ્યું, ધારાસભ્ય વેદના સાંભળ્યા વગર નીકળી જતાં આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment