Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપના કાર્યાલય પર મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ ત્રાટકતા હોબાળો:પંકજ આંબલિયાના ભાજપ પર આકરા પ્રહાર,'ભાજપના ગુંડાઓ હારના ડરથી અધિકારીઓને મોકલી ડરાવવાનું કામ કરે છે'

    1 week ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ‘આપ’ના કાર્યકરો અને નેતાઓ લાલઘૂમ થયા હતા. આપના નેતા પંકજ આંબલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સત્તા પક્ષ હારના ડરથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીના હોબાળા ના પગલે કોર્પોરેશનના અધિકારીઓ કોઈપણ પ્રકારની કામગીરી કર્યા વિના પરત ફર્યા હતા. ભાજપના ઈશારે અધિકારીઓ કામ કરી રહ્યાનો આક્ષેપ આમ આદમી પાર્ટી સુરત દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોસ્ટમાં લખ્યું છે કે, ભાજપિયા ગુંડાઓને હારનો ડર નાભિ સુધી પહોંચી ગયો છે. જનતાના આક્રોશથી બોખલાયેલી ભાજપ કાવા-દાવા કરી આમ આદમી પાર્ટીના કાર્યાલય પર અધિકારીઓને મોકલી કાર્યકર્તાઓને દબાવવાનું કામ કરી રહી છે. ‘સત્તા બદલાતા વાર નહીં લાગે, તમારા માટે લોઢાના મેડલો તૈયાર છે’ આપના નેતાઓએ અધિકારીઓને પણ ખુલ્લી ચીમકી આપી હતી. પંકજ આંબલિયાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, "આ ભાજપના દલાલો અને ભાજપની જી-હજૂરી કરતા અધિકારીઓ કાન ખોલીને સાંભળી લે, સત્તા બદલાતા સમય નથી લાગવાનો. તમારા માટે અમે ભારે ભરખમ લોઢાના મેડલો તૈયાર રાખ્યા છે. સત્તા પરિવર્તન થતા જ ગળામાં ભાજપનો પટ્ટો પહેરેલા દલાલોને આ મેડલો આપવામાં આવશે. ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપને ઘેર્યો કાર્યાલયની બહાર થયેલા હોબાળા દરમિયાન ‘આપ’ના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના અનેક કાર્યાલયો ગેરકાયદેસર બિલ્ડિંગોમાં ચાલી રહ્યા છે, પરંતુ તંત્ર ત્યાં કોઈ કાર્યવાહી કરતું નથી. પંકજ આંબલિયાએ વીડિયોમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, સામે ચાર માળનું ગેરકાયદે બાંધકામ થયું છે તે SMCને દેખાતું નથી? ભાજપના કાર્યાલયો મોટા મોટા કોમ્પ્લેક્સમાં છે ત્યાં તપાસ કેમ નથી થતી? માત્ર સામાન્ય જનતા માટે કામ કરતી આમ આદમી પાર્ટીના નાના મંડપ અને ઝંડાઓથી તંત્રને તકલીફ થઈ રહી છે. 30 વર્ષના શાસનથી જનતા થાકી છે: પંકજ આંબલિયા વધુમાં પંકજ આંબલિયાએ જણાવ્યું કે, આ વખતે સુરતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. ગુજરાતમાં 30 વર્ષથી સત્તા ભોગવતી ભાજપ સામે હવે લોકોમાં રોષ છે. 'આ વખતે ઝાડુ' અને 'આ વખતે પરિવર્તન'ના નારાથી ભાજપ ડરી ગઈ છે અને એટલે જ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર વોર્ડ 10: ગોમતીપુરમાં મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા:"સફાઈ નથી તો મત નહીં" સૂત્ર સાથે રહીશોનો વિરોધ
    Next Article
    પરિણીતાની છેડતી, જાનથી મારી નાખવાની ધમકી:પંખો રિપેરિંગ બહાને ઘરમાં ઘૂસી શખ્સે અડપલાં કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment