Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોસ્ટ વિભાગનો ઐતિહાસિક નિર્ણય:રક્ષાબંધન પર્વે સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર 10% ડિસ્કાઉન્ટ‎

    23 hours ago

    ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન આગામી 28 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય ડાક વિભાગ દ્વારા દેશ-વિદેશમાં રક્ષાબંધનની ઉજવણી કરતા નાગરિકો માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગના ઇતિહાસમાં પ્રથમ વખત સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી અને મીઠાઈ મોકલવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ યોજના માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં એકસાથે લાગુ કરવામાં આવી છે.ગોધરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ગ્રાહકોની સુવિધા અર્થે વિશેષ અલગ કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ગોધરા ખાતે ની હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિદેશમાં મોકલાતી રાખડીઓ માટે ''ઇન્ટરનેશનલ ટ્રેકિંગ સિસ્ટમ'' પણ સક્રિય કરવામાં આવી છે, જેથી બહેનો પોતાની મોકલેલી રાખડીનું લાઇવ ટ્રેકિંગ કરી શકે. વિભાગ દ્વારા પોસ્ટ માસ્તરો સહિત કાઉન્ટર સહીત ખાસ અલગ વ્યવસ્થા ઉભી કરેલ છે. દૂર વસતા ભાઈઓને રાખડી મોકલવા માટે ની સેવાઓ સરળ બનાવવાના પ્રયાસ હાથ ધરેલ છે. પ્રથમ વખત 10% ડિસ્કાઉન્ટ સાથે દેશ - વિદેશમાં રાખડી મોકલવાની વ્યવસ્થા ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનને લઈને ગોધરા હેડ પોસ્ટ ઓફિસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.દેશ અને વિદેશમાં રાખડી તેમજ મીઠાઈ મોકલવા માટે પોસ્ટ વિભાગ દ્વારા પ્રથમ વખત 10% ડિસ્કાઉન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત,વિદેશ મોકલાતી રાખડીઓ માટે ઇન્ટરનેશનલ ટ્રેકિંગ સિસ્ટમ અને ગ્રાહકોની ભીડ નિયંત્રિત કરવા અલગથી સ્પેશિયલ કાઉન્ટરની સગવડ ઊભી કરવામાં આવી છે. - જિતેન્દ્ર શાહ. ગોધરા હેડ પોસ્ટ ઓફિસના પબ્લિક રિલેશન ઇન્સ્પેક્ટર.
    Click here to Read More
    Previous Article
    Self-Styled Practitioner Arrested For Exploiting Minor In Ahmedabad Rituals
    Next Article
    વાહનો પર ખાનગી ફાયનાન્સ લોન ચઢાવતી હોવાના આક્ષેપ‎:વાંસદા ખાનગી શોરૂમમાંથી રોકડેથી વાહન ખરીદ કર્યા બાદ 4 વર્ષે લોન રિકવરીની નોટિસ નીકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment