Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘બેનરો ઉતારી લેજો નહીંતર ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે’:મધુ શ્રીવાસ્તવનો હુંકાર; અમદાવાદમાં ભાજપના ઉમેદવારના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી

    1 week ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર ગઇકાલે ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજથી(16 એપ્રિલ) રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે. ગઇકાલે મહેસાણાથી CM ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ત્યાં તેમણે હુંકાર કર્યો કે આ વખતે એવો વિજય અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ના આવે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નેતાઓએ પોતાની બધી લાજ શરમ નેવે મૂકી હતી. ચૂંટણી જીતવા માટે નીતિ ભૂલ્યા હતા. હરિફાઇ ન રહે તે માટે સામા પક્ષના ઉમેદવારોને લોભ આપીને, ડરાવી ધમકાવીને સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાઇ હતી. ગઇકાલના રાજકીય ઘટનાક્રમને જોતા એક વાત તો ચોક્કસથી કહી શકાય કે આ વખતની ચૂંટણી ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવે તેવી ચૂંટણી બની રહેવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં ઉમેદવારી પત્રક પાછાં ખેંચવાની સમય મર્યાદા પુરી થતાં મહાનગર પાલિકામાંથી, નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતમાંથી કુલ 1,559 ઉમેદવારીપત્રક પાછા ખેંચાયાં હતાં. જેના પરિણામે મહાનગરપાલિકાની 35, નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની 340 અને પેટા ચૂંટણીની 3 એમ 342 સહિત બધી મળીને કુલ 378 બેઠક બિનહરીફ થઇ હતી. જો કે, આ આંકડો અંતિમ નથી, હજુ રાજય ચૂંટણી પંચને જેમ જેમ વિગત મળતી જશે તેમ આંકડામાં વધારો થઇ શકે છે. અમદાવાદમાં ભાજપના ઉમેદવારના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી છે તો વાસણામાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ઘેર્યા હતા. વડોદરાના વોર્ડ 15માં બે દિવસ અગાઉ કેટલીક સોસાયટીમાં બેનરો લાગ્યા હતા કે આ સોસાયટી રામ ભક્તોની છે જેથી કોંગ્રેસે અહીં પ્રવેશ કરવો નહીં. આ મુદ્દે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી રામભક્ત છીએ અને સનાતની છીએ. અમે અમારી જમીનો વેચીને હનુમાનજીની ઊંચી પ્રતિમા બનાવી છે. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. વહેલા બેનરો ઉતારી લેજો નહીં તો ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે.
    Click here to Read More
    Previous Article
    'હું રણવીર સિંહ જેવો એક્ટર બનીશ, તે ખૂબ મહેનતું છે':બાળકે સ્કૂલ અસાઇનમેન્ટમાં 'ધુરંધર 2' લુકવાળું સ્કેચ બનાવ્યું, નાના ફેન્સનો જવાબ ઈન્ટરનેટ પર છવાયો
    Next Article
    મેડીલીંક ઇન્સ્ટિ.ઓફ નર્સિંગ સાયન્સ કોલેજમાં ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન:પોસ્ટર ફાડ્યા અને ઇલેક્ટ્રિસિટીની મેઈન સ્વિચ બંધ કરી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment