Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મતદાન દિવસે શ્રમયોગીઓને સવેતન રજા:પગાર કપાત નહીં થાય, ઉલ્લંઘન પર કાર્યવાહી થશે

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે શ્રમયોગીઓને સવેતન રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ લોકશાહીના પર્વમાં તમામ શ્રમયોગીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. આ રજા કારખાના ધારા (ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ, 2020) તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન એક્ટ હેઠળ નોંધાયેલ તમામ સંસ્થાઓ અને સાઇટના શ્રમયોગીઓને લાગુ પડશે. આ અંગે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. લોકપ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ 135(બી) મુજબ, આ રજા જાહેર થવાથી સંબંધિત શ્રમયોગી કે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરી શકાશે નહીં. જો કોઈ કર્મચારી રજાના કારણે પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય, તો પણ તેને તે દિવસનો પૂરો પગાર ચૂકવવાનો રહેશે. જે વ્યવસાયોમાં કર્મચારીની ગેરહાજરીથી મોટું નુકસાન કે જોખમ ઊભું થવાની સંભાવના હોય, અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ માટે ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. આવા કિસ્સાઓમાં, શ્રમયોગીઓ મતદાન કરી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી ત્રણથી ચાર કલાકની સવેતન રજા આપવાની રહેશે. કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા આ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    રિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ, 'મેજર કોલ' જાહેર:ધુમાડાના ગોટેગોટા, ફાયરની 14 ગાડી દ્વારા ગ્રીન કોરિડોરની મદદથી બચાવ કામગીરી
    Next Article
    મધુ શ્રીવાસ્તવના શૈલેષ મહેતા પર આડકતરા પ્રહાર:કોંગ્રેસની પ્રવેશબંધીના બેનરો મામલે કહ્યું 'ચૂંટણી પછી કોઈ નહીં બચાવે', પેટ્રોલ પંપ અને જમીનો ખરીદી ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment