Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધુ શ્રીવાસ્તવના શૈલેષ મહેતા પર આડકતરા પ્રહાર:કોંગ્રેસની પ્રવેશબંધીના બેનરો મામલે કહ્યું 'ચૂંટણી પછી કોઈ નહીં બચાવે', પેટ્રોલ પંપ અને જમીનો ખરીદી ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ

    2 days ago

    વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. હવે પ્રચારનો પ્રારંભ થયો છે ત્યારે પ્રચાર દરમિયાન આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વોર્ડ 15માં ચૂંટણી પ્રચાર દરમિયાન ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાને આડકતરી રીતે ચેલેન્જ આપી હતી. તેઓએ ત્યાં સુધી કહી દીધું હતું કે ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે. વિસ્તારમાં લાગેલા બેનરો અંગે તીખી પ્રતિક્રિયા વોર્ડ 15માં બે દિવસ અગાઉ કેટલીક સોસાયટીમાં બેનરો લાગ્યા હતા કે, આ સોસાયટી રામભક્તોની છે જેથી કોંગ્રેસે અહીં પ્રવેશ કરવો નહીં. આ મુદ્દે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી રામભક્ત છે અને સનાતની છીએ. અમે અમારી જમીનો વેચીને હનુમાનજીની ઊંચી પ્રતિમા બનાવી છે. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. વહેલા બેનરો ઉતારી લેજો નહીં તો ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે. આ મધુ શ્રીવાસ્તવ છે આજે પણ તમને હરાવવાની તાકાત રાખે છે. ભ્રષ્ટાચાર કરી મિલકત ભેગી કર્યાના આક્ષેપ મધુ શ્રીવાસ્તવે પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, એક સમયમાં જેઓ પાસે કંઈ ન હતું તેઓ આજે કરોડોની મિલકતના માલિક થઈ ગયા છે. શૈલેષ મહેતા ઉપર નિશાન તાકતા તેઓએ જણાવ્યું હતું કે સ્કુલ ખોલી લોકો સાથે ચીટીંગ કરવાની, પેટ્રોલપંપો બનાવવાના અને જમીનો હડપ કરવાની તે બધા ધંધા છે. મારી પાસે 250 વીઘા જમીન હતી જે રાજકારણ માટે અને સેવા માટે વેચી હવે ખાલી 35 વીઘા રહી છે. આ બની બેઠેલા નેતાઓ છે ત્યારે હવે પરિવર્તન લાવવાની જરૂર છે. 'તમને જીતાડનાર અને હરાવનાર પણ હું જ હતો' તેઓએ જાહેરમાં જણાવ્યું હતું કે તમને જીતાડનાર પણ મધુ શ્રીવાસ્તવ જ હતા અને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ છે. મારી દીકરીઓ દસ વર્ષે આ વિસ્તારની સેવા કરે છે. મેં કોંગ્રેસને બિનશરતી ટેકો આપ્યો છે. આ વખતે આ લોકોને જાકારો આપવાનો સમય આવી ગયો છે. તેઓએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓના દાખલો કઢાવવા માટે પણ પૈસા આપવા પડે છે. ભ્રષ્ટાચાર સિવાય કામ થતાં નથી ત્યારે લોકોએ સમજવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં મતદાન દિવસે શ્રમયોગીઓને સવેતન રજા:પગાર કપાત નહીં થાય, ઉલ્લંઘન પર કાર્યવાહી થશે
    Next Article
    મનપાના નલ સે જલના દાવાઓ પોકળ:ઉનાળાની શરૂઆતમાં 28,277 ફ્લેટ ધારકો ટેન્કરના ભરોસે, તાત્કાલિક નળ કનેક્શન આપવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment