Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા પ્રયાસ બાદ અંતે પોલીસ ફરિયાદ.:​જૂનાગઢમાં ન્યાય માટે અરજદારે એસપી કચેરીએ ફિનાઈલ પીધું: તંત્ર જાગ્યું, આખરે મનપાના એન્જિનિયર સહિતના બે સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ.

    6 days ago

    ​જૂનાગઢમાં જાગૃત નાગરિક અને તંત્ર વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મહાનગરપાલિકામાં પોતાની મનમાની ચલાવતા અને નિર્ધારિત સમયે કચેરીએ હાજર ન રહેતા કર્મચારીઓની પોલ ખોલવી એક અરજદાર માટે આફત બની ગઈ છે. પાલિકાના વહીવટમાં ચાલતી લાપરવાહી અને અધિકારીઓની આપખુદશાહીનો વીડિયો ઉતારનાર કરશનભાઈ સોલંકી પર થયેલા હુમલા બાદ ન્યાય મેળવવા માટે તેમને આત્મઘાતી કદમ ઉઠાવવાની ફરજ પડી હતી. પોલીસ તંત્ર દ્વારા સતત કરવામાં આવેલી ઉપેક્ષાને કારણે હતાશ થઈ તેમણે એસપી કચેરી ખાતે જ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ​આ સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે કરશનભાઈએ મનપાની બાંધકામ શાખામાં કર્મચારીઓની ગેરહાજરી અને સમયપાલનના અભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો. જાગૃત નાગરિક તરીકે કરશન સોલંકીએ જ્યારે આ મનમાનીનું ફેસબુક લાઈવ કર્યું, ત્યારે ઉશ્કેરાયેલા એન્જિનિયર પાનસુરીયા અને અન્ય સ્ટાફે તેમની સાથે ઝપાઝપી કરી જાતિગત અપમાન કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, સાચા અરજદારની ફરિયાદ લેવાને બદલે પોલીસે કર્મચારીઓની તરફેણ કરી હતી. અંતે, પીડિતે ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરતા પોલીસ હરકતમાં આવી હતી અને એન્જિનિયર સહિતના શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ગત 13 એપ્રિલ ૨૦૨૬ના રોજ સોમવારે સવારે થઈ હતી. જૂનાગઢના મધુરમ બાયપાસ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય કરશનભાઈ ઘેલાભાઈ સોલંકી પોતાના વિસ્તારમાં થતા ગેરકાયદેસર બાંધકામની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં ગયા હતા. સવારના 11:15 વાગ્યા જેવો સમય હોવા છતાં ઓફિસમાં મોટાભાગનો સ્ટાફ ગેરહાજર હતો અને લાઈટ-પંખા ચાલુ હતા. આ દ્રશ્ય જોઈને કરશનભાઈએ જાગૃત નાગરિક તરીકે સોશિયલ મીડિયા પર ફેસબુક લાઈવ શરૂ કર્યું હતું. આ લાઈવ વીડિયો વાયરલ થતા જ ઓફિસમાં હાજર કર્મચારીઓ રોષે ભરાયા હતા અને હડતાલ પર ઉતરી ગયા હતા. ​કરશનભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે મનપામાં વીડિયો ઉતારતા જોઈને ત્યાં હાજર એન્જિનિયર પાનસુરીયા અને અન્ય સ્ટાફે તેમને ઘેરી લીધા હતા. ઓફિસમાં જ તેમની સાથે ઝપાઝપી શરૂ કરવામાં આવી અને ઢીંકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, કરશનભાઈએ આક્ષેપ કર્યો છે કે એક કર્મચારીએ તો પોતાનું ચપ્પલ કાઢીને તેમના મોઢા પર વારંવાર પ્રહાર કર્યા હતા. આ હુમલા દરમિયાન કર્મચારીઓએ કરશનભાઈની જ્ઞાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દો વાપરીને તેમને જાહેરમાં નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને કારણે કરશનભાઈને હોસ્પિટલ ભેગા થવાની નોબત આવી હતી. ​ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના બાદ જ્યારે કરશનભાઈ ન્યાય માંગવા પોલીસ પાસે પહોંચ્યા, ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. એક તરફ મનપાના કર્મચારીઓએ પોતાની બેદરકારી છુપાવવા માટે હડતાળ પાડી દીધી હતી અને મનપા કમિશનરની મધ્યસ્થીથી કરશનભાઈ સામે જ સામી ફરિયાદ નોંધાવી દીધી હતી. કોમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્ર દાસાએ કરેલી આ ફરિયાદમાં કરશનભાઈ પર ગેરવર્તન અને સરકારી કામમાં રુકાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. નવાઈની વાત એ હતી કે કર્મચારીઓની ફરિયાદ પર પોલીસે ત્વરિત ગુનો નોંધ્યો, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા અને અપમાનિત થયેલા દલિત અરજદારની ફરિયાદ લેવામાં ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતા. ​પોલીસના પક્ષપાતી વલણથી કંટાળીને અને બી-ડિવિઝન પોલીસના પીઆઈ તથા પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં વિલંબ કરાતા કરશનભાઈ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. તેમને લાગ્યું કે ગરીબ અને પછાત વર્ગના માણસ માટે કાયદાના દરવાજા બંધ છે. આ આક્રોશ અને હતાશામાં તેમણે ગઈકાલે જૂનાગઢ એસપી કચેરી ખાતે જ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. એસપી કચેરી જેવા સુરક્ષિત ગણાતા સ્થળે અરજદારના આ પગલાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ સમાચાર વાયુવેગે પ્રસરતા દલિત સમાજમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. ​અરજદારના આ ઉગ્ર પગલાં અને વધતા જતાં જનરોષને જોઈને આખરે જૂનાગઢ પોલીસે નમતું જોખ્યું હતું. પોલીસે મોડી રાત્રે એન્જિનિયર પાનસુરીયા અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. કરશનભાઈએ એસપીને આપેલા પત્રમાં સ્પષ્ટ માંગ કરી હતી કે જે પોલીસ અધિકારીઓએ ફરિયાદ લેવામાં બેદરકારી દાખવી છે તેમની સામે પણ એટ્રોસિટી એક્ટની કલમ 4(1) મુજબ પગલાં લેવામાં આવે. ​હાલમાં આ સમગ્ર મામલાની તપાસ એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષકને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીમાં લોહીયાળ જંગ:સમાધાનની બેઠકમાં બોલાવી ધોકાથી માર માર્યો, કૌટુંબિક ભાભી સહિત 5 સામે ગુનો દાખલ
    Next Article
    વડોદરામાં ગેસ રિફિલિંગ ચોરીનું કૌભાંડ ઝડપાયું:તમારા ઘરે આવતા ગેસ સિલિન્ડરનો વજન અચૂક કરજો નહીં તો છેતરાશો, SOG પોલીસે 2 શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment