Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ગેસ રિફિલિંગ ચોરીનું કૌભાંડ ઝડપાયું:તમારા ઘરે આવતા ગેસ સિલિન્ડરનો વજન અચૂક કરજો નહીં તો છેતરાશો, SOG પોલીસે 2 શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યા

    4 days ago

    તમારા ઘરે આવતા LPG ગેસ સિલિન્ડરનો વજન અચૂક કરજો નહીં તો છેતરાઈ જશો, વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ શ્રીમય ફ્લેટની સામેના ખુલ્લા પ્લોટમાં ગેસના બોટલોમાં ગેરકાયદે રિફિલિંગ કરી ગેસની ચોરી કરતા બે ઇસમોને વડોદરા શહેર SOGએ રંગે હાથ ઝડપી પાડ્યા છે અને 1,31,657 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિને કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના પુરવઠા પર અસર થવાની શક્યતા વચ્ચે ગેસ બોટલોના સંગ્રહખોરી અને ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત SOG પીઆઇ બી.ડી. જીતીયાએ ટીમોને અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ માટે તૈનાત કરી હતી. આ દરમિયાન SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે અટલાદરામાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થાની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં રેડ કરી હતી. આ રીતે રિફિલિંગ કરતા હતા રેડ દરમિયાન એક થ્રી-વ્હીલર ટેમ્પામાં બે શખ્સ ભારત ગેસ અને એચ.પી.ગેસના બોટલોને સામસામે રાખી વચ્ચે પાઇપ વડે ગેસ રિફિલિંગ કરતા ઝડપાયા હતા. પૂછપરછમાં ડ્રાઈવર વિશાલ મહેન્દ્રભાઈ થોરાટ અને હેલ્પર રાહુલ ભીમરાવ ગવરે રુદ્ર ગેસ એજન્સી સાથે સંકળાયેલા હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આરોપીઓ ગોડાઉનમાંથી ગ્રાહકોને ગેસ ડિલિવરી કરવા જતાં પહેલા ટેમ્પામાં રહેલા ખાલી બોટલોમાં સીલબંધ બોટલોમાંથી ગેસ ચોરીને ભરી લેતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તેઓ પોતાના આર્થિક લાભ માટે કરતા હતા તેમજ ઓછા ગેસ ભરેલા બોટલો ગ્રાહકોને આપી છેતરપીંડી કરતા હતા. આ પ્રવૃત્તિ દરમિયાન રહેણાંક વિસ્તારમાં હાઇટેન્શન લાઇનની નીચે જવલનશીલ પદાર્થ સાથે બેદરકારીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી હતી, જે ગંભીર અકસ્માત સર્જી શકે તેવી હતી. શું શું કબ્જે કર્યું? પોલીસે આરોપીઓ પાસેથી ટેમ્પો, ગેસની બોટલો, મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો સહિત કુલ રૂપિયા 1,31,657 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ટેમ્પાના માલિક દીપક અમૃતભાઈ સરાણિયા ફરાર હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુનો નોંધીને આરોપીઓને વધુ તપાસ માટે અટલાદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા પ્રયાસ બાદ અંતે પોલીસ ફરિયાદ.:​જૂનાગઢમાં ન્યાય માટે અરજદારે એસપી કચેરીએ ફિનાઈલ પીધું: તંત્ર જાગ્યું, આખરે મનપાના એન્જિનિયર સહિતના બે સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ.
    Next Article
    LIVE: Centre Tables Women's Reservation, Delimitation Bills In Parliament

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment