Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘એવો વિજય અપાવો કે વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર ના આવે’:મહેસાણાથી મુખ્યમંત્રીએ પ્રચાર અભિયાન શરૂ કરાવ્યું, કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં અને લીંચમાં ભવ્ય ચૂંટણી સભાઓ ગજવીને ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. મહેસાણામાં આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં મુખ્યમંત્રીએ ભાજપના બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારોનું વિશેષ સન્માન કર્યું હતું. આ તકે તેમણે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ વખતે એવી રીતે વિજય અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ન આવે. 85 બેઠક બિનહરીફ થતા આનંદ વ્યક્ત કર્યો ચૂંટણીના આંકડાકીય સમીકરણો પર નજર કરીએ તો મહેસાણા જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકાઓની કુલ 467 બેઠકમાંથી 85 બેઠક બિનહરીફ થઈ છે. આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ખાસ કરીને કડી અને ઊંઝા નગરપાલિકામાં ભાજપે બહુમતી સાથે સત્તા મેળવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે સમગ્ર રાજ્યમાં 600થી વધુ ઉમેદવારો બિનહરીફ થયા છે, જે જનતાનો ભાજપ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો બિનહરીફ ચૂંટાય ત્યારે વિપક્ષ દ્વારા કરવામાં આવતા બળજબરીના આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે. મહેસાણાની કાયાપલટ થશે:ભૂપેન્દ્ર પટેલ વિકાસના મુદ્દે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વિકાસના કામો માટે હંમેશા તૈયાર છે અને બજેટમાં કરવામાં આવેલા ધરખમ વધારાને કારણે વિકાસકામોએ હરણફાળ ભરી છે. મહેસાણા હવે મહાનગરપાલિકા બનતા શહેરની કાયાપલટ થઈ જશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સભામાં મુખ્યમંત્રીની હાજરીથી કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે દરેક બેઠક પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ભાજપના ઉમેદવારના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી:વાસણામાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ઘેર્યા; ગુજરાત-કેન્દ્રમાં બહુમતી તો ઉમેદવારો ખરીદવાની જરૂર શું પડી?: ચૌધરી
    Next Article
    સુરત પોલીસનું ભાવનગરમાં ઓપરેશન:ગુજસીટોક સહિત 27 ગુનાના આરોપી ચિરાગ ભરવાડને દબોચ્યો, મોર્ફ ફોટા બતાવી 15 લાખની ખંડણી માંગી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment