Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ભાજપના ઉમેદવારના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી:વાસણામાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ઘેર્યા; ગુજરાત-કેન્દ્રમાં બહુમતી તો ઉમેદવારો ખરીદવાની જરૂર શું પડી?: ચૌધરી

    2 days ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર ગઇકાલે ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજથી(16 એપ્રિલ) રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે. ગઇકાલે મહેસાણાથી CM ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ત્યાં તેમણે હુંકાર કર્યો કે આ વખતે એવો વિજય અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ના આવે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નેતાઓએ પોતાની બધી લાજ શરમ નેવે મૂકી હતી. ચૂંટણી જીતવા માટે નીતિ ભૂલ્યા હતા. હરિફાઇ ન રહે તે માટે સામા પક્ષના ઉમેદવારોને લોભ આપીને, ડરાવી ધમકાવીને સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાઇ હતી. ગઇકાલના રાજકીય ઘટનાક્રમને જોતા એક વાત તો ચોક્કસથી કહી શકાય કે આ વખતની ચૂંટણી ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવે તેવી ચૂંટણી બની રહેવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં ઉમેદવારી પત્રક પાછાં ખેંચવાની સમય મર્યાદા પુરી થતાં મહાનગર પાલિકામાંથી, નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતમાંથી કુલ 1,559 ઉમેદવારીપત્રક પાછા ખેંચાયાં હતાં. જેના પરિણામે મહાનગરપાલિકાની 35, નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની 340 અને પેટા ચૂંટણીની 3 એમ 342 સહિત બધી મળીને કુલ 378 બેઠક બિનહરીફ થઇ હતી. જો કે, આ આંકડો અંતિમ નથી, હજુ રાજય ચૂંટણી પંચને જેમ જેમ વિગત મળતી જશે તેમ આંકડામાં વધારો થઇ શકે છે. અમદાવાદમાં ભાજપના ઉમેદવારના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી છે તો વાસણામાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ઘેર્યા હતા. વડોદરામાં પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ગુજરાત-કેન્દ્રમાં બહુમતી છે તો ઉમેદવારો ખરીદવાની જરૂર શું પડી?
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં મહિલા અનામત સુધારા સંબંધિત ત્રણ બિલ રજૂ:કોંગ્રેસે કહ્યું- સરકાર બંધારણ હાઈજેક કરી રહી છે, DMKના સાંસદો કાળા કપડાં પહેરીને પહોંચ્યા
    Next Article
    ‘એવો વિજય અપાવો કે વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર ના આવે’:મહેસાણાથી મુખ્યમંત્રીએ પ્રચાર અભિયાન શરૂ કરાવ્યું, કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment