Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુમાં DMK ધારાસભ્યોનો સરકારી કાર લેવાનો ઇનકાર:ઉદયનિધિએ કહ્યું- સરકાર દેવામાં છે, પહેલા સંપત્તિની તપાસ થાય

    4 days ago

    DMKના 59 ધારાસભ્યોએ નવી કાર લેવાનો ઇનકાર કર્યો છે. વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું, "વિજય પોતે કહી ચૂક્યા છે કે સરકાર દેવામાં છે, તેથી અમે આ ઓફર સ્વીકારીશું નહીં." શુક્રવારે વિધાનસભામાં વિજયની કાર યોજના પર ચર્ચા થઈ. જેમાં ઉદયનિધિ સ્ટાલિને કહ્યું, ધારાસભ્યોની આર્થિક સ્થિતિ જોઈને જ તેમને કાર આપવી જોઈએ. તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્યના દરેક ધારાસભ્યને સરકારી કાર આપવાની જાહેરાત કરી હતી. બુધવારે વિજયે કરી હતી જાહેરાત 19 ઑગસ્ટે તમિલનાડુ સરકારે તમામ ધારાસભ્યોને નવી સરકારી કાર આપવાની જાહેરાત કરી હતી. કારના મેન્ટેનન્સ અને ડ્રાઇવરના ખર્ચ માટે દર મહિને ₹75 હજાર પણ આપવાનું કહ્યું હતું. વિધાનસભામાં છેડાઈ ચર્ચા ધારાસભ્યોને કાર આપવાની યોજના પર વિધાનસભામાં ઉગ્ર ચર્ચા થઈ. વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ મફત વસ્તુઓ આપવાની વિરુદ્ધ છે. ઉદયનિધિએ કહ્યું, અમે સરકારને અપીલ કરીએ છીએ કે ધારાસભ્યોને મફત કાર આપતા પહેલા તેમની કારો અને આર્થિક સ્થિતિની તપાસ કરવામાં આવે. ત્રણ બંગલા તો પછી સરકારી આવાસ શા માટે TVK મંત્રી આધવ અર્જુને જવાબ આપતા કહ્યું કે, CM બધા ધારાસભ્યોને સમાન માને છે. VCK અને કમ્યુનિસ્ટ પાર્ટીના ઘણા ધારાસભ્યો આર્થિક રીતે નબળા છે. તેમના માટે કાર લક્ઝરી નહીં, પરંતુ એક મૂળભૂત જરૂરિયાત છે. ઘણા ધારાસભ્યો પાસે ઘર અને કાર નથી. TVKનું વલણ સ્પષ્ટ છે કે, જેમની પાસે કાર છે, તેઓ સરકારી ગાડી માટે અરજી નહીં કરે. મંત્રી અર્જુને સ્ટાલિનને કહ્યું કે, તમારી પાસે ત્રણ બંગલા છે તો પછી તમે સરકારી આવાસમાં શા માટે રહો છો.
    Click here to Read More
    Previous Article
    રાહુલના 5 કલાકના ધરણા બાદ પોલીસ FIR લખશે:અજાણ્યા વિરુદ્ધ કેસ; જંતર-મંતર પ્રદર્શનકારીની ફરિયાદ- પેલેટ ગનથી આંખની રોશની ગઈ
    Next Article
    ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટર માઇન્ડ રઈશને કોર્ટમાં રજૂ કર્યો:સુરતનો યુવક બ્રેઇન ડેડ, પહેલાં આંખો બંધ થઈ પછી હાર્ટએટેક આવ્યો; અત્યારસુધી 9 મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment