Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસનું ભાવનગરમાં ઓપરેશન:ગુજસીટોક સહિત 27 ગુનાના આરોપી ચિરાગ ભરવાડને દબોચ્યો, મોર્ફ ફોટા બતાવી 15 લાખની ખંડણી માંગી હતી

    2 days ago

    શહેરના વિવિધ વિસ્તારોમાં જેનો ખોફ હતો અને જેના પર ખંડણી, મારામારી તેમજ ખૂની હુમલા જેવા ગંભીર 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, તેવો કુખ્યાત આરોપી ચિરાગ મેર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી ચિરાગ મેર સુરત પોલીસને થાપ આપીને ભાવનગર જિલ્લામાં છુપાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, તે ધરપકડથી બચવા માટે ભારત છોડી વિદેશ ભાગી જવાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યો હતો. ભૂતકાળમાં ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ જેલની હવા ખાઈ આવેલા આ શખ્સે જામીન પર છૂટ્યા બાદ ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ સુરત ઝોન-07ની એલ.સી.બી. ટીમે તેની યોજના પર પાણી ફેરવી દીધું છે. સંયુક્ત ટીમનું ગુપ્ત ઓપરેશન સુરતના ડીસીપી ઝોન-07 હેઠળની એલ.સી.બી. ટીમ, પાલ પોલીસ અને ઈચ્છાપોર પોલીસની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. આરોપી ચિરાગ મેર ભાવનગર જિલ્લાના ખીજડીયા ગામની આજુબાજુ હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસ ટીમે બે દિવસ સુધી ભાવનગરમાં ધામા નાખ્યા હતા. આરોપી સતત પોતાના લોકેશન બદલતો હોવાથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આખરે તેને ભાવનગરના પરવાળા ગામ તરફ જતા રોડ પરથી કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. મોર્ફ ફોટા બતાવી 15 લાખની ખંડણી માંગી એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે 2 જાન્યુઆરીએ ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈ સાથે એક ગંભીર ઘટના બની હતી. ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા અને વિકી કુડાલાએ ફરિયાદીને તેમના મોર્ફ કરેલા (એડિટ કરેલા) ફોટા અન્ય સ્ત્રીઓ સાથે બતાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આ ટોળકીએ ફરિયાદી પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તે સમયે જ બળજબરીપૂર્વક 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. ગુજસીટોક હેઠળ જેલવાસ બાદ ફરી ગુનાખોરી આરોપી ચિરાગ મેર કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની વિરુદ્ધ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક (GUJCTOC) હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. આ ગુનામાં તે એક વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ ગયો હતો. સુરતના પાલ, અડાજણ, ડીંડોલી અને વરાછા સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ હત્યાની કોશિશ અને ખંડણીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 27 ગુનાનું લિસ્ટ અને પોલીસની કાર્યવાહી પોલીસના રેકોર્ડ મુજબ, ચિરાગ મેર વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં અલગ-અલગ કુલ 27 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેની ધરપકડ બાદ સુરત પોલીસમાં નોંધાયેલા અનેક વણઉકેલ્યા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેની પ્રોફાઈલ ખૂબ જ હિંસક છે અને તે માથાભારે તત્વોની ટોળકી ચલાવતો હતો. હાલમાં તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેથી તેની વિદેશ ભાગવાની યોજનામાં કોણ મદદ કરી રહ્યું હતું તે જાણી શકાય. ટેકનિકલ સર્વેલન્સની મહત્વની ભૂમિકા આ ઓપરેશનમાં સુરત ઝોન-07 એલ.સી.બી. ટીમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આરોપી સતત લોકેશન બદલી રહ્યો હોવાથી પોલીસ માટે તે મોટો પડકાર હતો. પરંતુ 2 પીએસઆઈ અને એલસીબી સ્ટાફની મહેનતને કારણે આરોપીને ટ્રેસ કરી શકાયો હતો. પોલીસની આ સફળતાથી સુરતના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે, કારણ કે ચિરાગ મેર ખંડણી માટે જાણીતો હતો. કોણ આશરો આપ્યો તેની તપાસ તેજ હાલ પાલ પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે જામીન પર બહાર આવ્યા બાદ તેને કોણે આશરો આપ્યો હતો અને 15 લાખની ખંડણીના કેસમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે. એસીપી શ્વેતા ડેનિયલે સ્પષ્ટ કર્યું છે કે, આવા રીઢા ગુનેગારો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
    Click here to Read More
    Previous Article
    ‘એવો વિજય અપાવો કે વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર ના આવે’:મહેસાણાથી મુખ્યમંત્રીએ પ્રચાર અભિયાન શરૂ કરાવ્યું, કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ
    Next Article
    To Invest Or Not To Invest: Raamdeo Agrawal Weighs In On IT Sector Amidst AI Disruption

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment