Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્ડર ડિલોન્ચિંગ:વલસાડમાં જૂના રેલવે બ્રિજના ગર્ડર ડિલોન્ચિંગ

    2 days ago

    વલસાડમાં રેલવે ઓવરબ્રિજના નિર્માણ વચ્ચે ધરમપુર લેગના જૂના રેલવે બ્રિજના ગર્ડરના ડિલોન્ચિંગ કામો માટે આ રોડ 15થી 19 એપ્રિલ દરમિયાન દર રોજ સવારે 10-11 વાગ્યાથી બપોરે 1.00 અથવા 2.00 વાગ્યા વચ્ચે બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે. આ કામગીરી ખુબ મહત્વની હોવાથી શરૂ કરી દેવાઈ છે.આ સાથે રેલવે અને સિટી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વલસાડમાં ત્રિપલ ઓવરબ્રિજનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. બે બ્રિજ ચાલૂ કરી દેવામાં આવ્યા હતા અને ધરમપુર લેગ દિશાના જૂના રેલવે ઓવરબ્રિજના જૂના ગર્ડર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જેના માટે ટ્રાફિક બંધ કરવા રસ્તો બંધ કરી દેવાયો છે. બેનર લગાવી ટેમ્પરરી ક્લોઝરનું બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે.15 એપ્રિલથી 19 એપ્રિલ સુધીના ચાર દિવસ દરમિયાન સવારે 10થી 11 વાગ્યાથી બપોરે 1થી 2 વાગ્યા વચ્ચે ગર્ડર ડિલોન્ચિંગની જોખમી અને મહત્વની કામગીરી પશ્ચિમ રેલવેના કામદારો અધિકારીઓની હાજરીમાં જેસીબી,ક્રેઇન વિગેરે સાધનો સાથે શરૂ કરી દેવામાં આવી છે. સિટી પોલીસ અને રેલવે પોલીસ,રેલવે અધિકારીઓ કર્મચારીઓ ધગધગતી ગરમીમાં આ કામ હાથ ધર્યું છે ત્યારે જાહેર જનતા સહયોગ આપવા માગ.
    Click here to Read More
    Previous Article
    વસ્તીગણતરી:દાનહમાં વસ્તીગણતરી 2027ની નોંધણી પ્રક્રિયા શરૂ
    Next Article
    રખડતા ઢોરનો ત્રાસ:ધરમપુર સમડી ચોક પાસે રાત્રે રખડતા ઢોરોનો અડિંગો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment