Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌરવ પંડયાના એક્સ પર ભાજપ રાજ સામે પ્રહાર કર્યો:ઉમરગામ તાલુકા મામલતદારના આપઘાત કેસમાં તપાસની માગ

    2 days ago

    વલસાડના અબ્રામાના રહીશ અને ઉમરગામના મામલતદારના આપઘાત કેસમાં તળિયાઝાટક તપાસની માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ અંગે કોંગ્રેસના પીઢ નેતા ગૌરવ પંડ્યાએ X પર 2 ટ્વિટમાં ભાજપ સામે પ્રહાર કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વ હેઠળ કલેકટરની મૂલાકાતમાં ત્વરિત કાર્યવાહી કરવા દાદ માગવામાં આવી હોવાની જાણકારી આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગૌરવ પંડ્યાએ X ઉપર કરેલા ટ્વિટમાં જણાવ્યા મુજબ ઉમરગામ તાલુકાના મામલતદાર દલપતભાઇના આત્મહત્યા કેસના સંદર્ભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને તેમની સાથે કોંગ્રસ સમિતિના આગેવાનો બુધવારે કલેકટરને મળ્યા હતા. જ્યાં આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી સંવેદના દર્શાવી હતી.આ મામલે કસુરવારો વિરૂધ્ધ ત્વરિત તપાસ અને સખત પગલાંની માગ કરી છે.દિવંગતના પરિવારને ન્યાય મળે અને અધિકારીઓ પર અનૈતિક દબાણની રાજનીતિ વિરૂધ્ધ ગંભીર પગલાંની જરૂરિયાત પર ભાર મૂકી વહીવટીતંત્ર દ્વારા થનારી પહેલમાં કોંગ્રેસના સહકારની ખાત્રી આપી હતી. તંત્ર વિના વિલંબે પરિણામલક્ષ કાર્યવાહી કરશે તેવી શ્રધ્ધા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વ્યકત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકીય દાવપેચ:વલસાડની પૂર્વ પટ્ટી પર ચૂંટણી જંગ પહેલા જિલ્લા પંચાયતની 3 બેઠક, તા.પં.ની 12 બેઠક બિનહરીફ
    Next Article
    વસ્તીગણતરી:દાનહમાં વસ્તીગણતરી 2027ની નોંધણી પ્રક્રિયા શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment