Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડના કામ અટક્યાં:ઇરાન યુદ્ધના કારણે ડામરની અછત,ભાવ વધતાં કોન્ટ્રાક્ટરોએ હાથ ઊંચા કર્યા

    1 week ago

    મીડલ ઇસ્ટમાં યુદ્ધને કારણે ખનીજ તેલ અને ગેસના જથ્થાની ભારે અછત સર્જાઇ છે તેવામાં ક્રુડ ઓઇલમાંથી જ બનતા ડામરની પણ અછત વર્તાઇ છે સાથે તેના ભાવમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે જેના કારણે ગાંધીનગરમાં રોડના કામો અટકી પડ્યાં છે. ડામરના ભાવમાં અછતના કારણે વધારો થતાં કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કરી દીધા છે. કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આ મામલે સરકાર સાથે પરામર્શ કરવામાં આવશે તે પછી નિર્ણય લેવામાં આવશે. ગાંધીનગર શહેરમાં હાલ બાકી વિસ્તારોમાં રોડના કામોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો અને તેને જોડતા મુખ્ય માર્ગોના રીસર્ફેસીંગની કામગીરી પણ ચાલી રહી છે. આ તમામ કામો ચોમાસા પહેલા પુરા કરવાના હોવાથી હાલમાં સૌથી વધુ કામ હાથ પર લેવામાં આવ્યા છે પરંતુ ઇરાન, અમેરીકા અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થતાં અને હોર્મુઝ સ્ટેટ બંધ થતાં ઇંધણની અછત સર્જાઇ છે. ક્રુડ ઓઇલના ભાવમાં તોતીંગ વધારો પણ થયો છે. રોડ બનાવવા માટે ડામર મુખ્ય ઘટક છે અને તે ક્રુડ ઓઇલમાંથી જ બનતો હોવાથી તેની અછત સર્જાઇ છે. ડામરની આયાત કરવા પર સરકારે અગાઉથી જ પ્રતિબંધ મૂકેલો છે. બીજીતરફ દેશની કંપનીઓ પાસે ડામરથી અછત સર્જાતા ભાવમાં બમણો વધારો થઇ ગયો છે. કોન્ટ્રાક્ટરોએ જે ભાવમાં રોડનું કામ રાખ્યું હતું તે ભાવમાં કામ કરવું હવે તેમને પોષાય તેમ રહ્યું નથી. જેથી તેમણે હાલ અનેક જગ્યાએ કામ અટકાવી દીધા છે. હાલ આ મામલે સરકાર સાથે ભાવ વધારા અંગે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે. ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધના કારણે ડામર તો ઠીક પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પણ અસર પડી છે. જેમ કે, સીએનજી, પીએનજી અને પેટ્રોલ-ડીઝલ સહિતની વસ્તુઓની હજુ સુધી કોઇ અછત સર્જાઇ નથી. પરંતુ આગામી સમયમાં તેની અછત ન સર્જાય તે માટે સરકાર કામગીરી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગંભીર અકસ્માત સર્જાયો:કેબિનમાં ફસાયેલા ચાલકને જહેમત બાદ બહાર કાઢ્યો
    Next Article
    સૂકા લાલ મરચાંની આવકમાં વધારો:યાર્ડમાં બારાડી પંથકમાંથી 10 દિવસમાં 10,000 કિલો સૂકા લાલ મરચાની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment