Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંભીર અકસ્માત સર્જાયો:કેબિનમાં ફસાયેલા ચાલકને જહેમત બાદ બહાર કાઢ્યો

    1 week ago

    નેશનલ હાઈવે 48 પર તાજપુર કુઈ અને પ્રાંતિજ વચ્ચે રખડતા આખલાને બચાવવાના પ્રયાસમાં એક આઈશર ચાલકે કાબૂ ગુમાવતા માર્ગ પરથી પસાર થતી ઊંટલારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ આઈશર ગાડી વીજ પોલ સાથે અથડાઈને એક રસના કેબિન પાસે ઊભી રહી ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે ઊંટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઊંટલારીના માલિક અજયભાઈ વસાભાઈ રાવળ અને આઈશર ચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ કેબિનમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. સીતવાડાના સરપંચ મિલકતસિંહ રાઠોડે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી ભોગ બનનાર પરિવારને સહાય મળે તેવી માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઠગાઈ:ધાનેરાના ટ્રક માલિક-ચાલકે ટ્રક ચોરીનું ખોટું બહાનું બનાવી 300 બોરી રાયડો વેચી માર્યો
    Next Article
    રોડના કામ અટક્યાં:ઇરાન યુદ્ધના કારણે ડામરની અછત,ભાવ વધતાં કોન્ટ્રાક્ટરોએ હાથ ઊંચા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment