Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂકા લાલ મરચાંની આવકમાં વધારો:યાર્ડમાં બારાડી પંથકમાંથી 10 દિવસમાં 10,000 કિલો સૂકા લાલ મરચાની આવક

    1 week ago

    પોરબંદરના માર્કેટયાર્ડમાં વિવિધ જલસીઓની આવક જોવા મળતી હોય છે ત્યારે માર્કેટયાર્ડમાં બારાડી પંથકમાંથી છેલ્લા ઘણાં દિવસે થી સૂકા લાલ મરચાંની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં છેલ્લા 10 દિવસમાં 10,000 કિલો સૂકા લાલ મરચાની આવક થઈ છે.માર્કેટયાર્ડમાં ખેડૂતોને લાલ મરચાના પ્રતિકીલોના 110 થી 375 રૂપિયા પ્રતિકીલોના ભાવ મળી રહ્યા છે.જોકે ગત વર્ષની સરખામણી આ વર્ષે આવક ઓછી જોવા મળી રહી છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં સિઝન મુજબ વિવિધ ખેડૂતોની જલસીની આવક વિવિધ વિભાગોમાં થતી હોય છે.પોરબંદરના માર્કેટયાર્ડમાં ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ બારાડી પંથકમાંથી સૂકા લાલ મરચાની આવક શરૂ થઈ છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં દેવભૂમિ દ્વારકાં જિલ્લાના કલાણપૂર, ગોરિજા, વાસુ, કોસાડા ગામોમાંથી ખેડૂતો સૂકા લાલ સૂકા મરચાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં સૂકા લાલા મરચાની આવકમાં વધારો થયો છે. યાર્ડમાં છેલ્લા 10 દિવસમાં 10,000 કીલો સૂકા લાલ મરચાની આવક નોંધાઈ હતી.જે મરચાના ખેડૂતોને રૂપિયા 110 થી 375 રૂપિયા ભાવ મળ્યો હતો. પોરબંદરના માર્કેટયાર્ડમાં હાલ જીણા મરચા,જાડા મરચા,રેશમપટ્ટો મરચા,કાસળી મરચાની આવક થઈ રહી છે જોકે દર વર્ષ બારાડી પંથકમાંથી લાલા મરચાની ઉનાળાના પ્રારંભે આવક થાય છે. કમોસમી વરસાદને લઈને આ વર્ષે માત્ર 5 ટકા જ આવક થઈ પોરબંદરના યાર્ડમાં ગત વર્ષે બારાડી પંથકમાંથી રોજ સૂકા લાલ મરચાની આવક થતી હતી ત્યારે આ વર્ષે દિવાળી દરમ્યાન કમોસમી વરસાદ પડતાં જ મરચાનો પાક બગડી જતા હાલ યાર્ડમાં માત્ર 5 ટકા જ બારાડી પંથકમાંથી સૂકા મરચાની આવક થઈ છે.
    Click here to Read More
    Previous Article
    રોડના કામ અટક્યાં:ઇરાન યુદ્ધના કારણે ડામરની અછત,ભાવ વધતાં કોન્ટ્રાક્ટરોએ હાથ ઊંચા કર્યા
    Next Article
    I’m sincerely apologising… about my improper, unethical conduct” : what BSI scientist’s ‘affidavit’ to PhD student said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment