Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન:કોન્ટ્રાક્ટર એસો.એ પેનલ્ટી વગર સમયમર્યાદા વધારવા અને મુલાકાત માટે સમય માગ્યો

    2 days ago

    વૈશ્વિક સ્તરે સર્જાયેલા ખાડી યુદ્ધના કારણે નિર્માણ સામગ્રીના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે ગુજરાત સહિત પાટણના વિકાસ કાર્યો અટક્યા છે. ખાસ કરીને બીટુમીન, સ્ટીલ, સિમેન્ટ અને પેટ્રોલિયમ પેદાશોમાં થયેલા તોતિંગ ભાવવધારા સામે પાટણ જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશને સરકાર સામે રજૂઆત કરી છે. પાટણ જિલ્લા ​ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા પાટણ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું.કે ટેન્ડર ભરતી વખતના એસ.ઓ.આર. અને વર્તમાન બજાર ભાવ વચ્ચે મોટું અંતર સર્જાતા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા આર્થિક રીતે અશક્ય બન્યા છે. જો સરકાર દ્વારા તાત્કાલિક ભાવ તફાવત નહીં ચૂકવાય, તો રાજ્યના રોડ, બ્રિજ અને બિલ્ડિંગના કામો અધવચ્ચે અટકી જશે. આ સ્થિતિ લાખો શ્રમિકોની રોજગારી પર પણ જોખમ ઊભું કરી શકે છે. કોન્ટ્રાક્ટરોએ પેનલ્ટી વગર સમયમર્યાદા વધારવા અને મુલાકાત માટે સમય માંગ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિદેશી દારૂ ઝડપાયો:પાટણમાં ઝાડીમાંથી 2.52 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
    Next Article
    ચૂંટણીનું સમીકરણ:પાટણ પાલિકાની 44 બેઠક માટે 114 ઉમેદવારો‎મેદાનમાં, ગત ચૂંટણી કરતાં 71 ઉમેદવારો ઘટ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment