Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:શામળાજી ચેકપોસ્ટેથી રૂ. 2.52 લાખના દારૂ સાથે બે વૃદ્ધ ઝબ્બે

    7 hours ago

    શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલી ગાડીમાં ગુપ્તખાનું બનાવીને તેમાં લઈ જવાઈ રહેલો 2.52 લાખનો વિદેશી દારૂનો જથ્થો એલસીબી અને શામળાજી પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન ઝડપાયો હતો. પોલીસે ખેડા જિલ્લાના બંને આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. અણસોલ ચેકપોસ્ટ પર એલસીબી પીઆઇ એમ.એચ. ઝાલાના અધ્યક્ષ સ્થાને એલસીબીનો સ્ટાફ અને શામળાજી પોલીસે રતનપુર તરફથી આવી રહેલા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ગાડી નંબર gj 06 ઈક્યુ 7985ને અટકાવીને પોલીસે તેની તલાશી લેતાં ગાડીમાં ગુપ્તખાનામાં રાખવામાં આવેલી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂ.2,52,500ની બોટલ નંગ 793 મળી હતી. પોલીસે શરદકુમાર વસંતરામ માલેકર (68) રહે. ગાંધીની ચાલી રખિયાલ તા. ઠાસરા જિ.ખેડા અને રમેશભાઈ શંકરભાઈ ઠાકોર (65) રહે. વજીફો ખડોલ હળધરી તા.આંકલાવ જિ.આણંદની અટકાયત કરી હતી. પોલીસે રાજસ્થાનના રાવત નગરના વોન્ટેડ આરોપી રાજેન્દ્ર નામના આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Aaj Ka Rashifal: मेष, धनु और तुला राशि वाले तैयार रहें... आज मिल सकती है बड़ी खुशखबरी, जानें शुभ रंग और भाग्य अंक
    Next Article
    સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ:ટેલિફોન એક્સચેન્જ રોડ પર મોટો ખાડો ખુલ્લો મૂકતાં બાઈક ચાલક ખાબક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment