Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીનું સમીકરણ:પાટણ પાલિકાની 44 બેઠક માટે 114 ઉમેદવારો‎મેદાનમાં, ગત ચૂંટણી કરતાં 71 ઉમેદવારો ઘટ્યા‎

    2 days ago

    પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં માત્ર એક જ વોર્ડ નંબર એકના અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચતા હવે 44 બેઠક માટે 114 ઉમેદવાર મેદાનમાં છે. ત્યારે વર્ષ 2021માં પાલિકાની ચૂંટણીમાં કુલ 182 ઉમેદવારો મેદાનમાં હતા જેની સરખામણીમાં 71 ઉમેદવારોનો ઘટાડો છે. સૌથી વધુ 14 ઉમેદવારોનો ઘટાડો વોર્ડ નં. 2માં જોવા મળ્યો છે. જ્યારે વોર્ડ નં. 11માં પણ ગત વખતે 24 ઉમેદવારો સામે આ વખતે માત્ર 12 ઉમેદવારો જ મેદાનમાં છે. તેમજ આ વખતે માત્ર 9 જ ઉમેદવારો અપક્ષ લડી રહ્યા છે. જેમાં અપક્ષની સંખ્યામાં પણ 42 નો ઘટાડો થયો છે. ઉમેદવારાના ઘટાડાના કારણે મતોનું ધ્રુવીકરણ અટકતા ઉમેદવારો વચ્ચે ભારે ભારે રસપ્રદ અને રસાકસી ભર્યો જંગ રહેશે. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર એકમાંથી અપક્ષના વિજયસિંહ બાબુજી ઠાકોર ફોર્મ પરત ખેંચ્યું છે. હવે ચૂંટણી જંગમાં ખાસ કરીને પાટીદાર, ઠાકોર અને પછાત વર્ગના મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જે રીતે ટિકિટ ફાળવણી કરવામાં આવી છે તે જોતા અનેક વોર્ડમાં એક જ જ્ઞાતિના ઉમેદવારો સામસામે ટકરાશે. પરિણામે, હાર-જીત ગમે તે પક્ષની થાય, પણ વિજેતા ઉમેદવાર તો જે-તે જ્ઞાતિનો જ હશે તે જેથી સમાજનું પ્રભુત્વ સત્તામાં રહેશે. હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ પૂર્ણ થઈ જતાં ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રચારમાં જોડાશે. પાટણ પાલિકાની ચૂંટણીનો જંગ કયા વોર્ડમાં કેવો રહેશે ભાસ્કર ઈન્સાઈડ બંને પક્ષોમાં બળવો ના થતા 42 અપક્ષ અને આપના 25 ઘટતા સંખ્યા ઘટ આ વખતે જ્ઞાતિ વાઇઝ સાથે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ઉમેદવારો ઉતાર્યા હોય સામે બળવો મર્યાદિત થતા 42 અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો સાથે 2021 વર્ષમાં 42 ઉમેદવારની સરખામણીમાં 2026 માં આમ આદમી પાર્ટીના માત્ર 17 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે એટલે 25 ઉમેદવાર ઓછા થયા છે. સાથે અન્ય રાજકીય પાર્ટીઓએ પણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા ના હોય આ વખતે 77 જેટલા ઉમેદવારોનો ઘટાડો થયો છે. ભાજપ ફોડશે તેના ડરે કોંગ્રેસે 3 ઉમેદવારોને દિવસભર સંતાડ્યા : પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે પટેલ દિનેશભાઈ નરોત્તમભાઈ વોર્ડ નંબર 11, સુભદ્રાબેન મોદી વોર્ડ નંબર 09, ભારતીબેન જયદીપ પ્રજાપતિ વોર્ડ નંબર 02 ત્રણેય ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપ દ્વારા અંતિમ દિવસે લેતી દેતી અને સામાજિક દબાણ આવતું હોય એટલે અમે ત્રણ ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા હતા. અને ચૂંટણી ફોર્મ પરત ખેંચવાના સમય પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રચારમાં કાર્યરત કરી દીધા હતા. વોર્ડ નંબર ઉમેદવારોની કુલ સંખ્યા
    Click here to Read More
    Previous Article
    કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન:કોન્ટ્રાક્ટર એસો.એ પેનલ્ટી વગર સમયમર્યાદા વધારવા અને મુલાકાત માટે સમય માગ્યો
    Next Article
    ઓણચી ગામે કરૂણાંતિકા સર્જાઇ‎:મજૂર મહિલાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટુકાવી લીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment