Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓણચી ગામે કરૂણાંતિકા સર્જાઇ‎:મજૂર મહિલાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટુકાવી લીધું

    2 days ago

    નવસારી રૂરલ પોલીસ મથકની હદમાં આવતા ઓણચી ગામના ટાંકી ફળિયામાં 41 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઓણચી ગામે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા કાંતાબેન મનુભાઈ હળપતિ (ઉ.વ. 41)એ ગત 13 એપ્રિલથી 14 એપ્રિલની વહેલી સવાર દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભર્યું હતું. મહિલાએ પોતાના ઘરની છત પર મારેલી લોખંડની એંગલ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. ​ઘટનાની જાણ થતા જ નવસારી રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પીએસઆઇ એમ.એલ. સૈયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારી ગ્રામ્ય પીએસઆઇ એમ.એલ. સૈયદના જણાવ્યાનુસાર મહિલા આકસ્મિક રીતે પડી જતા પગના ભાગે ઇજા થઈ હતી. બિમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો હોય એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી ફાઇનલ રીપોર્ટ આવ્યો નથી પરંતુ અનેક તર્કવિતર્કો વચ્ચે પરીણિતાએ ભરેલા આત્મઘાતી પગલાને લઇ ભારે ચર્ચા ઉઠવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીનું સમીકરણ:પાટણ પાલિકાની 44 બેઠક માટે 114 ઉમેદવારો‎મેદાનમાં, ગત ચૂંટણી કરતાં 71 ઉમેદવારો ઘટ્યા‎
    Next Article
    Delimitation, Women's Quota Bills To Be Tabled Today: How Numbers Stack Up

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment