Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ‎:લાખવડ, વિરમપુરા, દેત્રોજપુરાને મનપામાંથી બાકાત કરો

    2 days ago

    ગામલોકોની સંમતી મેળવ્યા વિના મહેસાણા મહાનગરપાલિકામાં ભેળવાયેલા લાખવડ, વિરમપુરા અને દેત્રોજપુરા ગામોને મનપામાંથી રદ કરી પંચાયતનો વહીવટ પરત સોંપવા માટેની માગણી કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેલા અને રામપુરા સહિતના ગામો આ મામલે હાઇકોર્ટ ગયા છે અને હવે આ ત્રણ ગામોના સમાવેશ મામલે કિસાન સંઘ મેદાને આવ્યું છે. જિલ્લા ભારતીય કિસાન સંઘના મંત્રી રતિલાલ પટેલે મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં ગામલોકોની આ બાબતે કોઈ સ્પષ્ટતા કે વિકાસમાં શું થશે તે અંગે મીટીંગ કે ગ્રામસભા બોલાવી સમજ અપાઇ નથી કે મંજૂરી પણ લીધી નથી. ફક્ત રાજકીય લોકો ભેગા થઈ સાંઠ ગાંઠ કરી સરપંચના હોદ્દાનો દુરુપયોગ કરી ગામલોકોની જાણ બહાર એકતરફી ઠરાવ આપી ગામ સાથે છેતરપિંડી કરેલ છે. આ ગામોને રદ કરવા સાથે મનપામાં ભેળવવાની તમામ પ્રક્રિયા બાબતે ફરી કાયદેસર ગ્રામસભા ભરી સંમતી લઈને ચર્ચા વિચારણા કરી બહુમતી લોકોની સંમતી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે, નાના અને પશુપાલનનો ધંધો કરતા ખેડૂતો ઓછી જમીનો ધરાવે છે અને તેમની કિંમતી જમીન 80 મીટરના રિંગ રોડમાં જતી હોય ખેડૂતો આપઘાત કરે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોની મહામૂલી જમીન 40%ના નામે કપાત કરી વેપાર ધંધા ધોરણે મનપા ઉપયોગ કરવાની છે તે રદ કરવું, ખેડૂતોની જે કોઈ જમીન કપાતી હશે તો તેમને તે જમીન અન્ય જગ્યાએ આપવી અને હાલના બજારભાવે જમીનની કિંમત ચૂકવવી જેથી તે સામે જમીન મેળવી શકે આ માંગણીઓ જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી આ ગામોને મૂળ સ્થિતિમાં પરત કરવા અને પંચાયતી રેકર્ડ પરત સોંપવા માંગણી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભયંકર આગ લાગી:કાણોદર કંપનીમાં ઓઈલની ટાંકીમાં સળીયો‎પડતાં આગ ભભૂકી, 10થી વધુ મજૂરો દાઝ્યા‎
    Next Article
    ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:મનપામાં વોર્ડ નં.1, 11, 7માં 5 બેઠક ભાજપે કબજે કરી, 47 બેઠકો માટે 26મીએ મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment