Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:મનપામાં વોર્ડ નં.1, 11, 7માં 5 બેઠક ભાજપે કબજે કરી, 47 બેઠકો માટે 26મીએ મતદાન

    2 days ago

    મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમવાર યોજાનારી ચૂંટણીમાં 13 વોર્ડની 52 બેઠકો પર 133 પૈકી 6 ઉમેદવારોએ બુધવારે અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચી લેતાં 5 બેઠક પર ભાજપ બિનહરીફ થયો છે. હવે બાકીની 47 બેઠકો માટે કુલ 122 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. મતદાન 26 એપ્રિલે યોજાનાર છે. મનપાના વોર્ડ નં.11માં ચકાસણી દરમિયાન કેટલાક ફોર્મ અમાન્ય ઠરતાં સામાન્ય સ્ત્રી અને પછાત વર્ગ સ્ત્રીની બે બેઠક બિનહરીફ બની છે. વોર્ડ નં.1માં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં પછાત વર્ગ અને પછાત વર્ગ સ્ત્રીની બે બેઠક બિનહરીફ થઈ છે. વોર્ડ નં.7માં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં અનુસૂચિત જાતિ સ્ત્રીની એક બેઠક બિનહરીફ બની છે. આ તમામ 5 બેઠક ભાજપના ખાતામાં ગઇ છે. હવે કોંગ્રેસના 44, આમ આદમી પાર્ટીના 27, AIMIMના 2, બસપાના 1 અને 1 અપક્ષ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. મનપાની ચૂંટણીમાં દરેક વોર્ડમાં 4 બેઠક હોય છે. પરંતુ વોર્ડ નં.1 અને 11માં બે-બે બેઠક બિનહરીફ થતાં હવે અહીં માત્ર બે બેઠક માટે મતદાન થશે. પરિણામે, વોર્ડ નં.1ના 17,126 અને વોર્ડ નં.11ના 11,864 મળી કુલ 28,990 મતદારો મહત્તમ બે મત આપી શકશે. મતદારો બે કરતાં ઓછા મત પણ આપી શકે છે અથવા NOTAનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. તે જ રીતે, વોર્ડ નં.7માં ચાર પૈકી એક બેઠક બિનહરીફ થતાં હવે માત્ર ત્રણ બેઠક માટે મતદાન થશે. તેથી અહીંના 12,071 મતદારો મહત્તમ ત્રણ મત આપી શકશે. આ સાથે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. તા.પં.ની 15 અને જિ.પં. ત્રણ બેઠકો બિનહરીફ મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.26 એપ્રિલે મતદાન યોજાશે. જિલ્લા પંચાયતની 42માંથી 3 બેઠક બિનહરીફ થતાં હવે 39 બેઠક પર 100 ઉમેદવાર વચ્ચે જંગ થશે. તાલુકા પંચાયતની 476 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 15 બેઠક બિનહરીફ થઇ છે. પાંચ નગરપાલિકામાં કુલ 212 ઉમેદવારો હરીફાઈમાં છે અને 62 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. મહેસાણા મહાનગરપાલિકાની 47 બેઠકમાં 122 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 5 બેઠક ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે. નગરપાલિકામાં કુલ 62 બેઠકો બિનહરીફ થઇ છે. જેમાં કડીમાં 28, ઊંઝામાં 22, વિસનગરમાં 7 અને વિજાપુરમાં 5 બેઠકનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની 15 બિનહરીફ બેઠકોમાં ઊંઝામાં 5, વિજાપુરમાં 3, મહેસાણા અને વિસનગરમાં 2-2 તથા સતલાસણા, કડી અને ખેરાલુમાં 1-1 બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસના બે અને આપના ત્રણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાં, ભાજપના 47, કોંગ્રેસના 44, આપના 27 ઉમેદવાર મેદાનમાં જિલ્લામાં 10 તાલુકા પંચાયતોની 212 અને જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે મોટેભાગે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં 10 તાલુકા પંચાયતની 15 અને જિલ્લા પંચાયતની ઊંઝા તાલુકાની કહોડા, વિસનગરની ભાલક અને મહેસાણા તાલુકાની ખેરવા બેઠક પર ભાજપ બિનહરીફ થયું હતું. જિલ્લા પંચાયતની બિનહરીફ થયેલી મહેસાણા અને વિસનગરની બંને બેઠકો ઉપર ભાજપે વહીવટ કરીને કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ફોર્મ પરત ખેંચી લેનારા ઉમેદવારો બિનહરીફ વિજેતા ભાજપના ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે દબાણ અને રાજકીય ગતિવિધિ તેજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક ઉમેદવારો સંપર્કમાં નહોતા. દબાણ અને મનાવવાની કોશિશો કેટલાક ઉમેદવારોના ઘરો સુધી પહોંચી હતી અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા. કેટલાક ઉમેદવારો દબાણથી બચવા માટે આખો દિવસ જાહેરમાં દેખાયા નહોતા અને એકાંતમાં રહ્યા હતા. વોર્ડ નં.1 અને 12માં પણ આવી રાજકીય હલચલ જોવા મળી હતી. ચારેય બેઠકો પર ત્રિપાંખિયો જંગ માત્ર વોર્ડ નં.9માં 13 વોર્ડમાં માત્ર વોર્ડ નં.9માં ચારેય બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપના 4-4 ઉમેદવારો મળી 12 ઉમેદવારો હોઇ ત્રિપાંખીયો જંગ છે. વોર્ડ નં.3 અને 4માં પણ 12-12 ઉમેદવારો છે. વોર્ડ નં.3માં ભાજપ-કોંગ્રેસના 4-4, આપના 3 અને બસપાના 1 ઉમેદવાર છે. જ્યારે વોર્ડ નં.4માં ભાજપ, કોંગ્રેસના 4-4, આપના 3, એક અપક્ષ ઉમેદવાર છે. માતાજીએ દોઢ નહીં આપતાં ઉમેદવારે ફોર્મ પરત ના ખેંચ્યું મહેસાણા નજીક આવેલી તાલુકા પંચાયત બેઠક માટે ગ્રામજનો અને આગેવાનો સાથે વાતચીત થયા બાદ ભાજપના આગેવાનો બુધવારે ઉમેદવારના ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ઉમેદવારે માતાજી દોઢ આપે તો ફોર્મ પાછું ખેંચવાનું કહ્યા બાદ માતાજી સમક્ષ દાણા નાખીને રજા માગી હતી. જોકે, માતાજીએ દોઢ ન આપતાં આ ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતાં ભાજપની મહેનત પાણીમાં ગઇ હતી. પોલીસે ભાજપના કાર્યકરનું કામ કર્યું : કોંગ્રેસ ખેરવા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું કે, બિલકુલ પૈસાની લાલચમાં અને પૈસાથી સેટ થયું છે અને સમગ્ર જિલ્લામાં પોલીસે પૈસા અને દાદાગીરીથી ફોર્મ પરત ખેંચાવ્યા છે. પોલીસે ભાજપના કાર્યકરનું કામ કર્યું છે. ધમકાવાથી લઇને પૈસાનું સેટિંગ સહિતનું કામ કર્યું છે. કોઈપણ ઉમેદવારે ખરા દિલથી કે પ્રેમથી ફોર્મ પરત ખેંચ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ‎:લાખવડ, વિરમપુરા, દેત્રોજપુરાને મનપામાંથી બાકાત કરો
    Next Article
    વકીલ દંપતીની નવતર પહેલ‎:નવસારીમાં લગ્નજીવન અને સંબંધોને મજબૂત બનાવવાની વકીલ દંપતીની નવતર પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment