Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકીલ દંપતીની નવતર પહેલ‎:નવસારીમાં લગ્નજીવન અને સંબંધોને મજબૂત બનાવવાની વકીલ દંપતીની નવતર પહેલ

    2 days ago

    આજના આધુનિક અને ભાગદોડભર્યા યુગમાં વધતા જતા કૌટુંબિક વિખવાદો અને માનસિક તણાવ વચ્ચે લગ્ન સંસ્થાને ટકાવી રાખવા માટે નવસારીમાં એક પ્રશંસનીય અને રાજ્યની પ્રથમ કહી શકાય તેવી પહેલ કરવામાં આવી છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 199મી જન્મજયંતીના પવિત્ર અવસરે રિલેશનશીપ કાઉન્સેલર એડવોકેટ પરેશકુમાર વાટવેચા અને વૈશાલી વાટવેચા દ્વારા "સંબંધોના સંઘર્ષનો સારથી"વેબસાઈટનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવસારીના પ્રજાપતિ આશ્રમમાં "ઉત્કર્ષ મંડળ’ અને "વિદ્યા સંજીવની મંડળ’ના સાનિધ્યમાં આયોજિત "ઉત્કર્ષ સંગીત સંધ્યા"ના મધુર સથવારે આ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ થયું હતું. આ વેબસાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન સંસ્થાઓને વધુ મજબૂત બનાવવી, મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા, કૌટુંબિક તકરારોનું કાયમી નિવારણ લાવવું અને આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં રોકવા માટે કાયદાકીય સમજની સાથે મનોવૈજ્ઞાનિક રીતે સચોટ માર્ગદર્શન પૂરું પાડવાનો છે. એડવોકેટ પરેશકુમાર વાટવેચાએ લગ્નજીવનની પવિત્રતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વૈચારિક મતભેદો અને સંઘર્ષના સમયે જો યોગ્ય સમજણ મળે તો મનદુઃખ દૂર કરી શકાય છે. અતિથિ વિશેષ ધર્મેશભાઈ કાપડિયાએ પણ ધીરજ અને મેનેજમેન્ટ દ્વારા સંબંધોને કેવી રીતે સંભાળી શકાય તેની સુંદર સમજ આપી હતી. ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી માનવ જાદવને એરક્રૂના અભ્યાસ માટે રૂ. 60 હજારની આર્થિક સહાય કરાઇ હતી. મંડળના પ્રમુખ હરેશ વશીએ સંસ્થાની આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. સંગીત સંધ્યામાં મુનાફ કાપડિયા અને તેમની ટીમે દેશભક્તિના ગીતોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે પ્રજ્ઞાબેન વૈદ્યના ગ્રુપે લગ્ન વિધિના ગીતોની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં હરેશભાઈ વશી, હેમલતાબેન વશી, ડો. નિલેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંબંધોમાં કાયદાકીય સમજ અને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અનિવાર્ય "લગ્નજીવન એ પવિત્ર બંધન છે. અમારી આ વેબસાઈટ દ્વારા અમે કાયદાકીય સમજ અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગના સમન્વયથી તૂટતા પરિવારોને બચાવવા અને આત્મહત્યા રોકવા માટે કટિબદ્ધ છીએ. વૈચારિક સંઘર્ષોનું યોગ્ય નિરાકરણ જ સુખી સમાજનું નિર્માણ કરશે.> વૈશાલી વાટવેચા, કાઉન્સિલર, નવસારી.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:મનપામાં વોર્ડ નં.1, 11, 7માં 5 બેઠક ભાજપે કબજે કરી, 47 બેઠકો માટે 26મીએ મતદાન
    Next Article
    Bharuch Political News | ભરૂચ નગરપાલિકામાં શહેર કોંગ્રેસ પ્રમુખના ભાજપ પર આરોપ | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment