Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:ઔરંગાબાદના વેપારીઓના ત્રાસથી કંટાળી રાજકોટના સોની દંપતીનો કુવાડવા પાસે સજોડે આપઘાતનો પ્રયાસ

    1 week ago

    રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં રહેતા સોની દંપતીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ (સંભાજીનગર)ના વેપારીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દંપતીએ કુવાડવા નજીક રામધામ મંદિર પાસે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. બન્નેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. મોરબી રોડ પર આવેલા જે.કે. એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ હરકિશનભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.41) અને તેમની પત્ની પૂજાબેન (ઉ.વ.39) એ મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મહત્ત્વની બાબત એ છે કે, આ પગલું ભરતા પહેલાં વિશાલભાઈએ પોતાના બનેવીને વોટ્સએપ પર લાંબી સ્યૂસાઇડ નોટ મોકલી હતી. જેના આધારે પરિવારજનો તુરંત જ લોકેશન પર પહોંચી ગયા અને બન્નેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્યૂસાઇડ નોટમાં વિશાલભાઈએ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ છેલ્લા દસ વર્ષથી ઔરંગાબાદ ખાતે ‘અંકિત જ્વેલર્સ’ ચલાવતા આતિશ સવાઈવાલા અને મચ્છુભાઈ સાથે ધંધાકીય વ્યવહારમાં હતા. દરમિયાન આતિશ અને તેના સાગરીતોએ વિશાલભાઈનું રાજકોટમાંથી અપહરણ કરી બગોદરા સુધી લઈ જઈ તેમને બળજબરીપૂર્વક સોનું આપવાનું બાંહેધરીનામું લખાવી લીધું હતું. વધુમાં તેમણે લખ્યું છે કે, અગાઉ બંગાળી કારીગર હારૂન શેખ તેમની પાસેથી સોનું લઈ ફરાર થઈ ગયો હતો, જેના સંબંધમાં એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. છતાં આરોપીઓ દ્વારા વિશાલભાઈ પાસે 2 કિલો સોનાની જબરદસ્તી માગણી કરી સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. છેલ્લા ત્રણ દિવસથી ભારે તણાવમાં રહેલા વિશાલભાઈ ઘરેથી નીકળી ગયા હતા. દરમિયાન પત્ની પૂજાબેન તેમને અમદાવાદમાંથી લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે આ આત્મઘાતી પગલું ભરાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આપઘાતનો પ્રયાસ:ગૃહકંકાસથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા પીધી
    Next Article
    ચૂંટણી:રાજકોટમાં કોંગ્રેસના સૌથી નાના ઉમેદવારની ઉંમર 21 જ્યારે 30 વર્ષથી નાના 4, સિનિયર સિટીઝન 7

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment