Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી:રાજકોટમાં કોંગ્રેસના સૌથી નાના ઉમેદવારની ઉંમર 21 જ્યારે 30 વર્ષથી નાના 4, સિનિયર સિટીઝન 7

    1 week ago

    કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં 21 વર્ષના યુવાનને ટિકિટ અપાઈ છે અને સાથે જ 65 વર્ષના સિનિયર સિટીઝનનો પણ સમાવેશ કરાયો છે. આ રીતે જોતા ભાજપના ઉમેદવારો કરતા યુવાન અને વૃદ્ધ બંને વયજૂથ પર કોંગ્રેસે પોતાની પકડ બનાવવા પ્રયાસ કર્યો છે. જ્યારે ઓબીસી અનામતમા પણ ભાજપ કરતા વધુ સમતોલન જાળવી શક્યા છે. કોંગ્રેસના વોર્ડ નં.6ના ઉકેશ ખાંભલિયા 21 વર્ષની વયના સૌથી નાના ઉમેદવાર છે. જ્યારે વોર્ડ નં.3ના દિનેશ મકવાણા 65 વર્ષના સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. સૌથી વધુ 17 ઉમેદવારની ઉંમર 41થી 45 વર્ષની વચ્ચે છે. 30 વર્ષથી નાના 4 ઉમેદવાર છે અને 60 વર્ષથી મોટા 7 ઉમેદવાર છે. જોકે ભાજપ કરતા સરેરાશ ઉંમરમાં કોંગ્રેસ આગળ છે કારણ કે 51થી વધુના 14 ઉમેદવાર છે જ્યારે ભાજપે 59 વર્ષથી નાના ઉમેદવારો જ પસંદ કર્યા છે. જ્ઞાતિના સમીકરણોમાં આ વખતે ઓબીસી અનામત મહત્ત્વનો મુદ્દો હતો. ઓબીસીમાં આવતા સમાજમાં સમતુલન જાળવવામાં કોંગ્રેસે ધ્યાન આપ્યું છે. ઓબીસીમાં કોળી સમાજની વસતી વધુ છે તેથી તે જ્ઞાતિના 6 ઉમેદવાર છે. જ્યારે આહીર અને ભરવાડ સમાજના 5-5 ઉમેદવાર લીધા છે. ભાજપમાં એકપણ મુસ્લિમ ઉમેદવાર નથી જ્યારે કોંગ્રેસમાં 3ને ટિકિટ અપાઈ છે. લેઉવા પટેલ જ્ઞાતિના સૌથી વધુ 11 ઉમેદવારને કોંગ્રેસે ટિકિટઆપી છે. શુક્લને વિરેન્દ્રસિંહે તુકારો આપ્યો અને મામલો ગરમાયો રાજકોટ મનપાના વોર્ડ નં.7ના ઉમેદવાર નેહલ શુક્લ પ્રચારમાં હતા. આ દરમિયાન ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલયે સંકલનની બેઠક મળી હતી. જેમાં આવવા માટે સંયોજક વિરેન્દ્રસિંહ ઝાલાએ નેહલ શુક્લને ફોન કર્યો હતો. જોકે ફોન પર તુકારો આપ્યો હતો જેથી ઉદ્ધતાઈ હળાહળ લાગી આવતા શુક્લ સીધા કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં જઈને વિરેન્દ્રસિંહને અલગ રૂમમા લઈ ગયા હતા. સાંસદ રૂપાલા આવ્યા ત્યારે દરવાજો ખોલ્યો હતો અને મિટિંગમાં બોલાવવા ઉદ્ધતાઈ કરાયાની અને સમય ન જાળવ્યાની વાત કરી હતી. બંને વચ્ચે આકરી બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં સંગઠને બંનેને બેસાડીને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. ગ્રેજ્યુએટ સરખા પણ કોંગ્રેસના 18 ઉમેદવાર 10 ચોપડી ભણેલા નથી ભાજપના 30 ઉમેદવાર સ્નાતક છે અને કોંગ્રેસમાં તેની સંખ્યા 29 છે. જોકે ઓછું ભણેલા ઉમેદવારો સૌથી વધુ કોંગ્રેસમાં છે. ભાજપના 12 ઉમેદવાર ધો.10થી ઓછું ભણેલા છે જ્યારે કોંગ્રેસમાં 18 છે. ભાજપના મીનાબા જાડેજા ધો.4 પાસ છે અને કોંગ્રેસમાં દક્ષાબેન મકવાણા પણ ધો.4 પાસ છે. વયજૂથ મુજબ ઉમેદવાર ઉંમર વર્ષ ઉમેદવાર 21 થી 25 01 26 થી 30 03 31 થી 35 03 36 થી 40 15 41 થી 45 17 46 થી 50 09 51 થી 55 10 56 થી 60 07 61 થી 65 07
    Click here to Read More
    Previous Article
    તપાસ:ઔરંગાબાદના વેપારીઓના ત્રાસથી કંટાળી રાજકોટના સોની દંપતીનો કુવાડવા પાસે સજોડે આપઘાતનો પ્રયાસ
    Next Article
    છેતરપિંડી:ફઈના દીકરાએ દસ્તાવેજના નામે યુવકને 20 લાખનો ચૂનો ચોપડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment