Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્યના કાર્યાલયમાં વિરેન્દ્રસિંહ અને નેહલ શુકલ વચ્ચે ઉગ્ર બોલાચાલી:ફોર્મ ભરવા સમયથી ચર્ચામાં રહેલ ઉમેદવારને તત્કાલ સંકલનમાં પહોંચવા આદેશ આપતા 'મને આવી સ્ટાઇલમાં સૂચના ન આપવા' મળ્યો વળતો જવાબ

    1 week ago

    રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપમાં આંતરિક વિખવાદો અને બબાલો બંધ થવાનું નામ નથી લઇ રહી આજે વધુ એક બબાલના સમાચાર સામે આવ્યા છે જેમાં ફોર્મ ભરવા સમયથી ચર્ચામાં રહેલ વોર્ડ નંબર 7ના ઉમેદવાર નેહલ શુક્લ અને ચૂંટણીની સંકલન સમિતિના સંયોજક વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ તું તું મેં મેં સુધી વાત પહોંચી હતી. ઉમેદવારને સમયસર સંકલન બેઠકમાં આવવા માટે ફોનથી જાણ કરવામાં આવતા આ સ્ટાઈલમાં મારી સાથે વાત ન કરવી કહી નેહલ શુક્લએ વિરેન્દ્રસિંહને જવાબ આપતા મામલો ગરમાયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મામલો એટલો ગરમાયો કે પ્રમુખ દ્વારા સંકલન બેઠકને ટુંકાવવાનો નિર્ણય કરી બન્ને આગેવાનોને બંધ બારણે સમજાવી મામલો થાળે પાડવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે જાહેરમાં થયેલ બબાલની વાતને નેતાઓ કશું ન થયાનું કહી વાત છુપાવવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ બબાલ સમયે હાજર ભાજપ ના જ અન્ય લોકો મોટી બબાલ થઇ હોવાનો ગણગણાટ કરતા ચૂંટણીના માહોલ વચ્ચે બુધવારની સાંજથી શહેરમાં વિરેન્દ્રસિંહ અને નેહલ શુક્લ વચ્ચે થયેલ બબાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો. વિરેન્દ્રસિંહનો ટોન `ઓર્ડર' જેવો લાગતા નેહલ શુકલ તત્કાલ ધારાસભ્યના કાર્યાલયે પહોંચ્યા રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભકિતનગર સર્કલ પાસે આવેલા કાર્યાલયે આજે બપોરે 1 વાગ્યા આસપાસ સાંસદ પરસોતમભાઇ રૂપાલા, પ્રમુખ ડો.માધવ દવે સહિતના નેતાઓની હાજરીમાં સંકલનની મીટીંગ ચાલુ હતી. આ દરમ્યાન ચૂંટણી પ્રચારમાં રહેલા વોર્ડ નંબર 7ના ઉમેદવાર ડો.નેહલ શુકલને પૂર્વ મહામંત્રી અને ચૂંટણીની સંકલન સમિતિના સંયોજકવિરેન્દ્રસિંહ ઝાલાએ જ્યાં હોય ત્યાંથી તાત્કાલીક કાર્યાલયે આવી જવાનો ફોન કર્યો હતો. વિરેન્દ્રસિંહનો ટોન `ઓર્ડર' જેવો લાગતા નેહલ શુકલ તત્કાલ ધારાસભ્યના કાર્યાલયે પહોંચ્યા હતા. આ સમયે ચાલતી ભાજપ સંકલનની મીટીંગમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, સાંસદસભ્ય રૂપાલા અને વિરેન્દ્રસિંહ ઝાલા સ્ટેજ પર બેઠા હતા. પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલએ સ્ટેજ પરથી વિરેન્દ્રસિંહને નીચે બોલાવ્યા હતા કાળઝાળ ગરમીમાં પોતે પણ ગરમ થઇને આવેલા પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલએ સ્ટેજ પરથી વિરેન્દ્રસિંહને નીચે બોલાવ્યા હતા અને અંદર રૂમમાં લઇ ગયા હતા જ્યાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા આ સમયે કંઇક નવાજુની થવાના સંકેત મળતા તુરંત પ્રમુખ ડો.માધવ દવેએ આજની સંકલન મીટીંગ પુરી થયાની જાહેરાત કરી દીધી હતી અને બાદ આગેવાનો બંને નેતા વચ્ચે પડયા હતા અને મામલો શાંત પાડયો હતો. જો કે આ સમયે બેફામ બોલાચાલી થઇ હોવાનું ભાજપના જ અન્ય આગેવાનોએ જાહેર કરતા શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો. વિરેન્દ્રસિંહ ઝાલાએ નેહલ શુક્લને ફોન કરી તાબડતોબ આવી જવાનું કહ્યું ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે વિરેન્દ્રસિંહ ઝાલાએ નેહલ શુક્લને ફોન કરી તાબડતોબ આવી જવાનું કહ્યું એટલે આવી જવાનું કહેતા તેમનો ઈગો ઘવાયો હોય તેમ આ રીતે વાત ન કરવા કહેતા બન્ને નેતાઓ લડી લેવાના મૂડમાં આવી ગયા હતા. એક તબકકે નેહલ શુકલએ વિરેન્દ્રસિંહને એવું કહી દીધુ હતું કે મને પુછયા વગર સંકલનમાં મારો સમય નકકી નહીં કરવાનો, મારી સાથે તમારી સ્ટાઇલની ભાષામાં વાત કરવાની જરૂર નથી, મર્યાદામાં રહેજો. મહત્વનું છે કે આજે તો આ મામલો શાંત પડી ગયો છે પરંતુ મતદાનના 12 દિવસ અગાઉ બનેલી આ ઘટનાની અસર મતદાન ઉપર પણ થાય તો નવાઈ નહીં કારણ કે વોર્ડ નંબર 7ના ઉમેદવાર તરીકે પાર્ટીએ શૈલેષ જાનીનું નામ જાહેર કર્યું હતું જો કે હાઇકમાન્ડ સુધી લોબિંગ કરી રાતોરાત નેહલ શુક્લ મેન્ડેડ લઇ આવતા સામેના વિરોધી જૂથના પેટમાં પણ તેલ ચોક્કસ રેડાયું છે. ચૂંટણી અને કાળઝાળ ગરમીના માહોલમાં નેતાઓ વચ્ચે ગરમાં ગરમીના સમાચાર અંગે બન્નેમાંથી એક પણ નેતા આવી કોઇ ઉગ્ર નહિ પરંતુ સામાન્ય બોલાચાલી થઇ હોવાનું કહીને વાતને હળવાશથી ટાળી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રેપિડોચાલક પર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું:ગોતા બ્રિજ ઉતરતા બાઈક ઓવરટેક કરવામાં બેલેન્સ ગુમાવ્યું, ચાલક સાથે પેસેન્જરનું પણ મોત
    Next Article
    ઝાલાવાડ રબારી સમાજના 45 યુગલોના સમૂહ લગ્ન યોજાયા:કોઠારીયા વજાભગતના સાનિધ્યમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો, અનેક મહાનુભાવોનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment