Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રેપિડોચાલક પર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું:ગોતા બ્રિજ ઉતરતા બાઈક ઓવરટેક કરવામાં બેલેન્સ ગુમાવ્યું, ચાલક સાથે પેસેન્જરનું પણ મોત

    1 week ago

    અમદાવાદના એસ.જી. હાઈ-વે પર ડમ્પર ચાલકોના કારણે વધતા અકસ્માતોની હારમાળામાં વધુ એક ઘટના સામે આવી છે. ગોતા બ્રિજ પાસે ડમ્પરને ઓવરટેક કરવા જતાં રેપિડો બાઈક ચાલક અને પાછળ બેઠેલા મુસાફરનું ડમ્પરના ટાયર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. બ્રિજ ઉતરતી વખતે બાઈકનું હેન્ડલ ડમ્પર સાથે અથડાતા સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની અને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. બાઈકચાલકે ડમ્પરને ઓવરટેક કરવાની ટ્રાય કરી હતી ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ થરાદના વતની અને હાલ પાલડીના કોચરબ વિસ્તારમાં રહેતા નરપતભાઈ ડાંફી રેપિડોમાં બાઈક રાઈડર તરીકે કામ કરતા હતા. આજે સાંજે તેઓ મુસાફર સુશીલ યાદવ (મૂળ રહે. યુ.પી.)ને લઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા. ગોતા બ્રિજ ઉતરતી વખતે નરપતભાઈએ આગળ જઈ રહેલા ડમ્પરને જમણી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાલક અને પેસેન્જર બંનેનું ઘટનાસ્થળે જ મોત ઓવરટેક કરતી વખતે બાઈકનું હેન્ડલ અચાનક ડમ્પર સાથે અથડાયું હતું, જેના કારણે નરપતભાઈએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સંતુલન બગડતા જ બાઈક ચાલક અને મુસાફર બંને સીધા ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી ગયા હતા. ડમ્પરનું તોતિંગ વ્હીલ બંને યુવકોના શરીર પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને એસ.જી. હાઈ-વે ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતકોના પરિવારજનોને જાણ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભુવનેશ્વરે બેક-ટુ-બેક બે વિકેટ લીધી:લખનઉની ઈનિંગ ધબડકો, RCB બોલર્સે બેટર્સના ડાંડિયા ડૂલ કરી દીધા
    Next Article
    ધારાસભ્યના કાર્યાલયમાં વિરેન્દ્રસિંહ અને નેહલ શુકલ વચ્ચે ઉગ્ર બોલાચાલી:ફોર્મ ભરવા સમયથી ચર્ચામાં રહેલ ઉમેદવારને તત્કાલ સંકલનમાં પહોંચવા આદેશ આપતા 'મને આવી સ્ટાઇલમાં સૂચના ન આપવા' મળ્યો વળતો જવાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment