Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની અટકાયત મુદ્દે રાજકારણ ગરમાયુ:આવતીકાલથી અચોક્કસ મુદત માટે 'ભાવનગર બંધ'ની એલાનની ચીમકી

    6 days ago

    ભાવનગર સ્થાનિક ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ અને અન્ય ઉમેદવારોની પોલીસ અટકાયત તેમજ કથિત અપહરણના મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના આગેવાનોએ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કરી, ન્યાય ન મળવાની સ્થિતિમાં 'અચોક્કસ મુદત માટે ભાવનગર બંધ' અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ​શું છે સમગ્ર મામલો? ​કોંગ્રેસના નેતાઓના જણાવ્યા હતું કે, જે વ્યક્તિના કથિત અપહરણના નામે ફરિયાદ થઈ છે, તે વ્યક્તિ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી રહ્યો છે કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે તેમ છતાં, આ મામલે કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે, જેને કોંગ્રેસે સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી છે, ​તંત્ર સામે ગંભીર આક્ષેપો કોંગ્રેસ પ્રતિનિધિમંડળે એસપીને મળીને તમામ પુરાવા અને પેનડ્રાઈવ સોંપી છે, જોકે, ત્યારબાદ ડી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાનો અને પીઆઈ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાનો આક્ષેપ કરાયો છે, આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પણ રજૂઆત કરી છે, તેમણે જણાવ્યું કે હાલ આખું તંત્ર ચૂંટણી પંચના તાબા હેઠળ છે, ત્યારે વિપક્ષના ઉમેદવારોનું નૈતિક મનોબળ તોડવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ​કોંગ્રેસની મુખ્ય માંગણીઓ અને ચીમકી જો પોલીસ અને તંત્ર કાયદા મુજબ કામ નહીં કરે અને એકતરફી કાર્યવાહી ચાલુ રાખશે, તો આવતીકાલ સવારથી ભાવનગર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનું એલાન અપાશે, કોંગ્રેસે ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ ઘરે-ઘરે જઈને લોકોને જાગૃત કરશે અને ભાવનગરની ચૂંટણી જ કેન્સલ કરાવવાની માંગ કરશે, કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર ચૂંટણી ન લડે તેવી અપીલ પણ કરવામાં આવી શકે છે, ​કોંગ્રેસના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, "જો ભારતીય જનતા પક્ષમાં હિંમત હોય તો સીધી લડાઈ લડે, પોલીસને વચ્ચે ન રાખે. જો તેમની લોકપ્રિયતા ઘટી ગઈ હોય તો તે જાહેર કરી દેવું જોઈએ, સત્તા માટે અનીતિ આચરવાને બદલે બે વર્ષ પછી ચૂંટણી યોજવી જોઈએ, અને આગામી કલાકોમાં આ મામલે કેવા વળાંક આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    નેચરલ ડાયમંડમાં 4.41% અને લેબગ્રોન ડાયમંડમાં 6.52%ની નિકાસ ઘટી:ચાંદીના ઘરેણાંની નિકાસમાં 59% અને પ્લેટિનમમાં 45%નો જંગી ઉછાળો, GJEPC રિપોર્ટ 2025-26
    Next Article
    'મહિલા ગુનાહિત માનસિકતા અને ઝનૂની સ્વભાવની, તેને દીકરીને મારી નાખી':સેશન્સ કોર્ટે માતાની જામીન અરજી ફગાવી, અમરાઈવાડીમાં અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડવાથી મોતનો મામલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment