Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મહિલા ગુનાહિત માનસિકતા અને ઝનૂની સ્વભાવની, તેને દીકરીને મારી નાખી':સેશન્સ કોર્ટે માતાની જામીન અરજી ફગાવી, અમરાઈવાડીમાં અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડવાથી મોતનો મામલો

    6 days ago

    અમદાવાદના અમરાઇવાડી પોલીસ મથકે ચાલુ વર્ષે આરોપી મોનિકા મકવાણા સામે સઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. જે મુજબ તેની અઢી મહિનાની દીકરી જ્યારે માતા પાસે હતી ત્યારે પાણીની ટાંકીમાં પડી જવાથી તેનો મૃત્યુ નીપજ્યું હતું. દીકરીને બચાવવા માતાએ કોઈ કોશિશ કરી નહોતી. આ ઘટનામાં ફરિયાદી પોતે મૃતક દીકરીના પિતા અને આરોપીના પતિ છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી એવા આરોપીના પતિએ પણ વકીલ રોકીને આરોપીને જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે, મહિલા ગુનાહિત માનસિકતા ધરાવે છે અને ઝનૂની સ્વભાવની છે. તેને જાણી જોઈને દીકરીને મારી નાખી છે. તેમજ જો તેને જામીન મળે તો મોટી દીકરીને પણ મારી નાખે તેમ છે. 'પાણીની ટાંકી ઉપર તગારું મૂકીને ઢાંકી દીધી હતી, જેથી મોત થયું' મહિલાએ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ મહિલા જ્યારે પાણી ભરવા ગઈ ત્યારે તેનો પગ લપસ્યો હતો અને તેની અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. તેને બચાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તેને ડર લાગ્યો હતો તે ઘરમાં મોટો ઝઘડો થશે, આથી તેને પાણીની ટાંકી ઉપર તગારું મૂકીને ઢાંકી દીધી હતી. જેમાં દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું. આ પણ વાંચો: માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી:બચાવી ના શકતા આરોપ ન આવે તે માટે ઢાંકણું બંધ કરી ઉપર તગારુ મૂક્યું પાણીની ટાંકીમાં પડેલી દીકરીને કાઢવા કોઈ પ્રયત્ન કર્યો નહોતો અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, મહિલા પોતે ડરી ગઈ હતી. આ એક અકસ્માત છે, તેને જાણી જોઈને તેને આવું કોઈ કૃત્ય કર્યું નથી. મહિલાને બીજી પુત્રી પણ છે, જે સાત વર્ષની છે. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે મહિલાએ પાણીની ટાંકીમાં પડેલી દીકરીને કાઢવા કોઈ પ્રયત્ન કર્યો નહોતો કે બચાવ માટે પણ કોઈની મદદ લીધી નહોતી. કોર્ટે આરોપી માતાની જામીન નકારી કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ પોતાની અઢી માસની દીકરીને બચાવવા કોઈ પ્રયત્ન કર્યો નથી કે તને કોઈ મદદ માગી નથી. એક માતા તરીકેનું આ વર્તન અમાનવીય છે. ત્યારે તેના જામીન નકારવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની અટકાયત મુદ્દે રાજકારણ ગરમાયુ:આવતીકાલથી અચોક્કસ મુદત માટે 'ભાવનગર બંધ'ની એલાનની ચીમકી
    Next Article
    Mahisagar Congress News | મહીસાગર કોંગ્રસના ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર લઇ જવાયા | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment