Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેચરલ ડાયમંડમાં 4.41% અને લેબગ્રોન ડાયમંડમાં 6.52%ની નિકાસ ઘટી:ચાંદીના ઘરેણાંની નિકાસમાં 59% અને પ્લેટિનમમાં 45%નો જંગી ઉછાળો, GJEPC રિપોર્ટ 2025-26

    6 days ago

    ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે વર્ષ 2025-26 મિશ્ર પ્રતિસાદ આપનારું રહ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. આ વર્ષે માત્ર કુદરતી હીરા જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ધૂમ મચાવતા લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં પણ ગાબડું પડ્યું છે, જે ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય બન્યો છે. નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 5 હજાર કરોડનો ઘટાડો નેચરલ એટલે કે કુદરતી હીરાના માર્કેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2024-25માં નેચરલ કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ 1.12 લાખ કરોડ રૂપિયા હતી, જે વર્ષ 2025-26માં ઘટીને 1.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમ, નેચરલ હીરાના એક્સપોર્ટમાં 4.41% નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા અને રશિયા-યુક્રેન વોરના કારણે સપ્લાય ચેઈન પર થયેલી અસરની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર દેખાઈ રહી છે. લેબગ્રોન હીરાની ચમક પણ હવે ઓછી થવા લાગી છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં 'ગેમ ચેન્જર' ગણાતા લેબગ્રોન ડાયમંડ સેગમેન્ટમાં પણ પ્રથમ વખત મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024-25માં લેબગ્રોન હીરાનું એક્સપોર્ટ 10,711 કરોડ રૂપિયા હતું, જે ચાલુ વર્ષે ઘટીને 10,012 કરોડ રૂપિયા પર અટકી ગયું છે. એટલે કે તેમાં 6.52% નો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે, લેબગ્રોન હીરાની વધતી જતી સપ્લાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતા ભાવોને કારણે એક્સપોર્ટ વેલ્યુમાં આ ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા અને ચીનની બજારોમાં નબળી માંગની અસર ભારતના હીરા ઉદ્યોગ માટે અમેરિકા અને ચીન સૌથી મોટા બજારો છે. જોકે, આ બંને દેશોમાં હાલમાં આર્થિક સુસ્તી અને ગ્રાહકોની બદલાતી પસંદગીને કારણે હીરાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને હીરાના વિકલ્પ તરીકે હવે ગ્રાહકો અન્ય જ્વેલરી તરફ વળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સુરત અને મુંબઈના નિકાસકારોએ મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે એકંદર ટર્નઓવર પર દબાણ વધ્યું છે. ગોલ્ડ જ્વેલરીમાં મિશ્ર ટ્રેન્ડ: સ્ટડેડ જ્વેલરીની માંગ વધી જ્વેલરી સેગમેન્ટની વાત કરીએ તો તેમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. પ્લેન ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 3.98% નો ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ હીરા કે રત્નો જડેલી 'સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી'ની માંગમાં 11.16% નો ઉછાળો આવ્યો છે. આ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હવે ગ્રાહકો સામાન્ય સોનાના બદલે વેલ્યુ-એડેડ અને ડિઝાઈનર જ્વેલરી ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરી ઉદ્યોગ માટે ‘તારણહાર’ જ્યારે હીરામાં મંદી છે, ત્યારે સિલ્વર (ચાંદી) અને પ્લેટિનમ જ્વેલરીમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. સિલ્વર જ્વેલરીના એક્સપોર્ટમાં રેકોર્ડબ્રેક 59.95% નો વધારો થયો છે, જે વધીને 13,013 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેવી જ રીતે પ્લેટિનમ જ્વેલરીના નિકાસમાં પણ 45.88% નો વધારો નોંધાયો છે. મોંઘા હીરા અને સોનાના વિકલ્પ તરીકે યુવા પેઢીમાં ચાંદી અને પ્લેટિનમના આધુનિક ઘરેણાંનું આકર્ષણ વધ્યું હોવાનું આ આંકડાઓ સાબિત કરે છે. ગ્લોબલ ડિમાન્ડ નબળી પણ નવી તકો ઊભી થશે: દિનેશ નાવડિયા આઈડીઆઈ (IDI) ના ચેરમેન દિનેશ નાવડિયાએ આ પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, 2025-26ના આંકડા સ્પષ્ટ કરે છે કે હીરા ઉદ્યોગ માટે હજુ પડકારભર્યો સમય છે. ગ્લોબલ ડિમાન્ડમાં વ્યાપક નબળાઈ છે. જોકે, સિલ્વર અને પ્લેટિનમમાં જે રીતે તેજી આવી છે, તે ઉદ્યોગ માટે નવી આશાની કિરણ છે. યુવા ગ્રાહકો હવે પરંપરાગત ઘરેણાં છોડી વિકલ્પ જ્વેલરી તરફ વળી રહ્યા છે, જે આગામી સમયમાં ગ્રોથનું મુખ્ય કારણ બનશે. ભલે વોલ્યુમ ઓછું હોય, પણ કિંમતો વધવાને કારણે એક્સપોર્ટ વેલ્યુ ટકી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કૃણાલનો કમાલ, માર્શ બાદ સમદને આઉટ કર્યો:લખનઉએ ચાર વિકેટ ગુમાવી, RCB બોલર્સે બેટર્સને બાંધીને રાખ્યા; પંતને બોલ વાગતા મેદાનની બહાર જવું પડ્યું
    Next Article
    કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની અટકાયત મુદ્દે રાજકારણ ગરમાયુ:આવતીકાલથી અચોક્કસ મુદત માટે 'ભાવનગર બંધ'ની એલાનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment