Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ભાજપે શહેર વિકાસ માટે સંકલ્પ પત્ર જાહેર કર્યું:અનેક આધુનિક પ્રોજેક્ટ્સનો સમાવેશ, 'ફાટક મુક્ત' શહેર બનાવવાનો સંકલ્પ

    1 week ago

    જામનગર મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીએ શહેરના આગામી વિકાસનો રોડમેપ રજૂ કરતું 'સંકલ્પ પત્ર' વિધિવત રીતે જાહેર કર્યું છે. આ સંકલ્પ પત્રમાં જામનગરને વધુ આધુનિક, સુવિધાજનક અને હરિયાળું બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને શહેર ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ સંકલ્પ પત્રમાં શહેરના પાયાના પ્રશ્નોથી લઈને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીની વિવિધ બાબતોને આવરી લેવામાં આવી છે. ટ્રાફિક અને પરિવહન ક્ષેત્રે શહેરને 'ફાટક મુક્ત' બનાવવાનો સંકલ્પ લેવાયો છે. ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટેનું આયોજન રજૂ કરાયું છે અને પર્યાવરણને અનુકૂળ પીએમ ઈ-બસ યોજનાનો અમલ પણ કરાશે. પર્યાવરણ અને હરિયાળી માટે ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટ, અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ અને ગ્રીન કવરેજમાં વધારો કરીને શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જળ સંચય અને બ્યુટીફિકેશન અંતર્ગત શહેરમાં આવેલા તળાવોનું નવીનીકરણ, નવા તળાવોનો વિકાસ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. વરસાદી પાણીના સંગ્રહ માટે 'કેચ ધ રેઈન' અભિયાન પણ ચલાવવામાં આવશે. આવાસ અને પાણીની સુવિધા માટે દરેકને પોતાનું ઘર મળે તે હેતુથી આવાસ યોજનાઓ, 1404 રી-ડેવલપમેન્ટ યોજના અને 'નલ સે જલ' યોજના હેઠળ શુદ્ધ પાણીની સુવિધા પૂરી પાડવાનું લક્ષ્ય છે. ઉર્જા અને આધુનિકતાના ભાગરૂપે રિન્યુએબલ એનર્જી અને સોલાર પેનલ્સનો વ્યાપ વધારવામાં આવશે. ડિજિટલ યુગમાં યુવાનો માટે ઈ-લાઈબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. સ્વચ્છતા અને સુવિધા માટે વેસ્ટ ટુ વન્ડર પાર્ક, રિયુઝ વેસ્ટ વોટર પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર નેટવર્કનું સઘન આયોજન કરાયું છે. આ ઉપરાંત, ચેલા પાસે ત્રીજા સ્મશાન ગૃહનું નિર્માણ પણ પ્રસ્તાવિત છે. અન્ય સુવિધાઓમાં રખડતા પશુઓ પર નિયંત્રણ, નવા ફાયર સ્ટેશનોની સ્થાપના, સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રોત્સાહન અને બેડી પોર્ટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન સામેલ છે. "વિકાસ ભી, વિરાસત ભી" ના મંત્ર સાથે ભાજપે જામનગરની જનતાને એક ભવ્ય અને સુવિધાસભર મહાનગર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ કોર્ટ કમ્પાઉન્ડમાંથી સગીરા ગુમ, અપહરણની ફરિયાદ:માતાએ બે મહિલાઓ પર શંકા વ્યક્ત કરી, પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    કેશોદમાં યુવા ભાજપના મંત્રી મયુર વઘાસિયાનું રાજીનામું:'આપ' અને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ મેદાન છોડતા રાજકારણ ગરમાયું, નગરપાલિકામાં AAPના ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment